નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે 51 વર્ષા થયા છે. રાહુલે કોરોના મહામારીને કારણે ઉભી થયેલ સ્થિતિને જોતા આ વર્ષે જન્મદિવસની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે 19 જૂનના રોજ તેના જન્મદિવસના અવસર પર કોઈપણ પ્રકારની ઉજવણી કરવામાં નન આવે. કોઈ હોર્ડિંગ કે પોસ્ટર ન લગાવવામાં આવે, પરંતુ પોતાની પાસે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરે.
સંગઠન મહાસચવિ કેસી વેણુગોપાલે પ્રદેશ કોંગ્રેસ કમિટીઓ, પાર્ટીના જુદા જુદા સંગઠનોનો પત્ર લખીને રાહુલ ગાંધીના આ ભાવના વિશે જાણ કરી છે. પાર્ટીએ પ્રદેશ કોંગ્રેસ કમિટીને કહ્યું કે, તે રાહુલ ગાંધીના જન્મદિવસ પર જરૂરિયાતમંદ લોકોની વચ્ચે રાશન, મેડિકલ કિટ, માસ્ક અને સેનેટાઈઝ વહેંચે. જ્યારે ભારતીય યુવા કોંગ્રેસે કહ્યું કે, તે રાહુલ ગાંધીના જન્મદિવસ પર કોરોના પ્રભાવિત લોકોની મદદ કરશે, જરૂરિયાતમંદ લોકોને રાશન આપશે અને સામાન્ય લોકો રસી અપાવવામાં મદદ કરશે.
દિલ્હી કોંગ્રેસના કાર્યકરો આવતીકાલે રવિવારે પણ સેવા દિવસની ઉજવણી કરશે. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસનું લક્ષ્ય લોકોની સેવા કરવાનું છે અને આજના સમયમાં લોકો અનેક પડકારો જોઈ રહ્યા છે. અનિલ કુમારે એક નિવેદનમાં કહ્યું કે સર્વિસ ડેનું લક્ષ્ય એ લોકો સુધી પહોંચવું છે કે જેમની પર મહામારીની મોટી અસર પડી છે અને આવા લોકોને મદદ પહોંચાડવાની છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 3.50 લાખથીથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
દિલ્હીમાં 19 જૂન 1970માં જન્મેલા રાહુલ ગાંધી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીનું પહેલું સંતાન છે. બાળપણ દિલ્હી અને દેહરાદૂનની વચ્ચે વિત્યુ. શરુઆતના જીવનમાં સાર્વજનિક જીવનથી દૂર રહ્યા. જ્યારે જન્મ્યા ત્યારે દાદી ઈન્દિરા ગાંધી ભારતના પ્રધાનમંત્રી હતા. વર્ષ 1981થી 1983ની વચ્ચે ઉત્તરાખંડના દહેરાદૂનની દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો જ્યાં તેમના પિતા પણ ભણ્યા હતા.
રાહુલ વર્ષ 2004માં રાજનીતિમાં આવ્યા. જ્યાં તેમના પર નહેરુ ગાંધી પરિવારના વારસાના રુપમાં કોંગ્રેસ પાર્ટી સંભાળવાના સવાલનો સમાનો સતત કરવો પડ્યો. મે 2004 માં તેમણે ઉત્તર પ્રદેશમાં પોતાના પિતાની સંસદીય સીટ અમેઠીથી ચૂંટણી લડ્યા અને લોકસભાના સભ્ય તરીકે રાજનૈતિક જીવનની શરુઆત કરી.