નવી દિલ્હીઃ કોરોના સંક્રમણના કારણે આર્થિક ગતિવિધિ ધીમી થઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકોની નોકરી જતી રહી છે અને આર્થિક અનિશ્ચિતતા ઘણી વધી ગઈ છે. પરિણામ લોકોએ ખર્ચ કરવામાં સાવધાની રાખી રહ્યા છે. એક સર્વેમાં 10માંથી નવ લોકોએ આર્થિક અનિશ્ચિતતાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટનની સ્ટાન્ડર્ડ ચાર્ડર્ડ બેંકના ગ્લોબલ સર્વેમાં જાણવા મળ્યા મુજબ, 90 ટકા ભારતીયો મહામારીના ખર્ચને લઈ સતર્ક થઈ ગયા છે.
સર્વેમાં હિસ્સો લેનારા 76 ટકા ભારતીયો માને છે કે, મહામારીએ તેમને ખર્ચ અંગે વિચારવા મજબૂર કર્યા છે. વૈશ્વિક સ્તર પર આમ વિચારનારા લોકોની સંખ્યા 62 ટકા છે. સર્વે મુજબ ભારતીય તેમનો ખર્ચ ડિજિટલ રીતે વધારે કરવા ઈચ્છે છે. 78 ટકા ભારતીયોએ ઓનલાઈન ખરીદી પસંદ કરી હતી, જ્યારે વિશ્વમાં આ સરેરાશ 78 ટકા છે.
સર્વેમાં 64 ટકા ભારતીયોએ મહામારીની પહેલાના ખર્ચની સરખામણીએ ટ્રાવેલ અને રજા ખર્ચમાં ઘટાડો કર્યો છે. 56 ટકા ભારતીયોએ કપડા પરનો ખર્ચ ઘટાડ્યો છે. 41 ટકા ભારતીયોના કહેવા મુજબ ટ્રાવેલ તથા રજા પર ઓછો ખર્ચ કરશે.