નવી દિલ્હી: ભારતીય માર્કેટમાં ટેલીકૉમ ચક્રવ્યૂહમાં ફસાયેલી વોડાફોન કંપની આખરે સારા સમાચાર આવ્યા છે. 6 વર્ષથી વધુ લાંબી લડાઈ લડ્યા બાદ ટેલીકોમ દિગ્ગજ વોડાફોને ભારત સરકાર વિરુદ્ધ લગભગ 20 હજાર કરોડ રૂપિયાના રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ વિવાદમાં જીત મેળવી છે.
હેગ સ્થિત પરમાનેન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશને વોડાફોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે, ભારત સરકારે જે બાકી રકમ, વ્યાજ અને પેનલ્ટી લગાવી છે તે ભારત અને નેધર્લેન્ડ વચ્ચે થયેલા ઈન્વેસ્ટમેન્ટ સંધિના નિયમોની વિરુદ્ધ છે. પોતાના આદેશમાં ટ્રિબ્યૂનલે કહ્યું કે, ભારત સરકાર હવે વોડાફોન પાસેથી ટેક્સની રકમ નહીં લે. તે સિવાય ભારત સરકારે વોડાફોનનને 54.7 લાખ ડોલર (લગભગ 40 કરોડ રૂપિયા) લીગલ ખર્ચ તરીકે પણ ચૂકવવા પડશે.
શું હતો વિવાદ ?
વાસ્તવમાં આ વિવાદ શરૂ થયો હતો 2007માં. વોડાફાને પોતાની નેધરલેન્ડની એક સહાયક કંપની તરીકે ભારતીય ટેલીકોમ માર્કેટમાં એન્ટ્રી કરી હતી. આ એન્ટ્રી માટે વોડાફોને હચ (Hutchison Whampoa)ને ખરીદી હતી વોડાફોને હચિસનમાં વર્ષ 2007માં 11 અરબ ડોલરમાં 67 ટકા હિસ્સેદારી ખરીદી હતી. બસ ત્યાંથી ટેક્સ વિવાદ શરુ થયો હતો. વોડાફોનનનું કહેવું છે કે, તેમની કંપની નેધરલેન્ડની છે અને હચ હોંગકોંગની. બન્ને કંપનીઓ જ્યારે બહારની છે, તો પછી ભારત સરકાર આ ખરીદી પર ટેક્સ વસુલી નહીં શકે, મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, સુપ્રીમ કોર્ટમાં પણ વોડાફોન જીતી ગઈ. તેના બાદ તત્કાલીન યૂપીએ સરકારે રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ અમેન્ડમેન્ટ એટેલે કે જૂની તારીખથી ટેક્સ નિયમમાં ફરેફાર કર્યો હતો. તેના બાદ સરકારે ફરી વોડાફોન પાસ ટેક્સ માંગ્યો, તેના બાદ એપ્રિલ માં વોડાફોને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલનો દરવાજો ખખડાવ્યો હતો. વોડાફોને 6 વર્ષથી વધુ વર્ષની લાંબી લડાઈ લડી અને હવે ફેસલો વોડાફોનના પક્ષમાં આવ્યો છે.
20 હજાર કરોડ ટેક્સ વિવાદમાં Vodafoneની જીત, હવે સરકારે ચૂકવવા પડશે 40 કરોડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 08:18 PM (IST)
6 વર્ષથી વધુ લાંબી લડાઈ લડ્યા બાદ ટેલીકોમ દિગ્ગજ કંપની વોડાફોને ભારત સરકાર વિરુદ્ધ લગભગ 20 હજાર કરોડ રૂપિયાના રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ વિવાદમાં જીત મેળવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -