નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 43મી એજીએમ આજે યોજાશે. કોરોના સંકટને જોતા આ વખતે એજીએમ ઓનલાઈન કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. વિવિધ વર્ચુઅલ પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સના એક લાખથી વધારે શેર હોલ્ડર્સ આ બેઠકમાં સામેલ થશે.

કેટલા વાગે શરૂ થશે એજીએમ

રિલાયન્સની એજીએમ બપોરે બે વાગે શરૂ થશે. કંપનીના ચેરમેન મેનેજિંગ ડાયરેકટ મુકેશ અંબાણી સંબોધિત કરશે. કંપનીનો આઈપીઓ લોન્ટ થયા બાદ આ પ્રથમ એજીએમ છે.

અનેક મોટી જાહેરાતની શક્યતા

એજીએમમાં મુકેશ અંબાણી આ વખતે ડિજિટલ સાથે રિટેલ ક્ષેત્રે મોટી જાહેરાત કરી શકે છે.  આ વખતે અરામકો સાથે થયેલી ડીલની જાહેરાત કરી શકે છે. ઉપરાંત કંપનીને દેવા મુક્ત કરવાની દિશામાં ભરવામાં આવેલા પગલાની જાણકારી આપી શકે છે. કંપનીનો રિટેલ સેગમેંટમાં બિઝનેસ વધારવાનો શું પ્લાન છે તેના પર વાત કરી શકે છે.

કંપનીએ વોટ્સએપ ચેટબોક્સ કર્યુ જાહેર

એજીએમ સાથે સંકળાયેલી કોઈપણ જાણકારી અને શેરહોલ્ડર્સ, રોકાણકારો, મીડિયા અને આમ લોકની મદદ માટે રિલાયન્સ વોટ્સએપ ચેટબોટ પણ જાહેર કર્યુ છે. જે માટે તમારે કંપનીએ જાહેર કરેલા નંબર પર હાઇ લખીને મોકલવું પડશે. આ ચેટબોક્સ 24 X 7 કામ કરશે.