કિયા મોટર્સના પ્રવક્તાએ કહ્યું કે ચીનથી આવતા વાયરનો ઉપયોગ તેમની કારમાં થાય છે, પરંતુ આ વાયર હવે આવી રહ્યા નથી. આ કારણે કારનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ હ્યુન્ડાઇ મોટર્સે પણ દક્ષિણ કોરિયામાં માલની અછતને કારણે ઉત્પાદન બંધ કરી દીધું હતું. નોંધનીય છે કે ઓટો સેક્ટર માં 100 ટકા સાધનો ઉપલબ્ધ હોય ત્યારે જ કાર બની શકે છે. ચીનથી આવતા સાધનો પર ઓટો સેક્ટરની કંપનીઓ નિર્ભર છે. આ સ્થિતિમાં ઉત્પાદન બંધ થવાનું જોખમ છે.
ચીન વિશ્વમાં ઓટો ઉદ્યોગને મોટા પાયે માલ પૂરો પાડે છે. ઘણી કાર કંપનીઓએ શટડાઉન પિરિયડ વધાર્યો છે. નિશાન અને પીએસસી જેવી મોટી કંપનીઓએ શુક્રવાર સુધી ફેક્ટરી બંધ રાખવાની જાહેરાત કરી છે.ફોક્સવેગન, BMW, ટોયોટા અને હોન્ડાએ કહ્યું છે કે તેઓ આવતા અઠવાડિયે તેમની ફેક્ટરી ખોલવાની યોજના બનાવી રહ્યા છે. ફ્રેન્ચ કારના ભાગોનું ઉત્પાદન કરતી વાલિયોએ કહ્યું છે કે વુહાનમાં તેની ત્રણ ફેક્ટરીઓ ઓછામાં ઓછી 13 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ જણાવ્યું હતું કે એવા લોકોમાં પણ વાયરસ દેખાઈ રહ્યો છે જેઓ કદી ચીન ન ગયા હોય. અર્થાત વાયરસ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ મહામારી સામે લડવા માટે 67 કરોડ ડોલરનું ભંડોળ એકઠું કરવાનો ધ્યેય રાખ્યો છે.