નવી દિલ્હીઃ હોન્ડાએ BS6 કમ્પ્લાયંટ Honda Dio સ્કૂટર લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટર બે વેરિયન્ટ સ્ટાન્ડર્ડ અને ડીલક્સમાં ઉપલબ્ધ છે. જેની કિંમત ક્રમશઃ 59,900 રૂપિયા અને 63,340 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. બીએસ 4 વર્ઝનની તુલનામાં બીએસ 6 Honda Dioની કિંમત આશરે 7000 રૂપિયા વધારે છે. અપડેટેડ Dio સ્કૂટરમાં બીએસ6 એન્જિન ઉપરાંત ડિઝાઇનમાં પણ બદલાવ થયો છે. ઉપરાતં નવા ફીચર પણ સામેલ કરવામાં આવ્યા છે.


આપશે વધારે માઇલેજ

નવી હોન્ડા Dioમાં બીએસ6 કમ્પ્લાયંટ 110સીસી એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન તાજેતરમાં લોન્ચ થયેલા એક્ટિવા 6Gમાં પણ છે. Dioનું એન્જિન 8,000rpm પર 7.79hpનો પાવર અને 5,250rpm પર 8.79Nm નો ટોર્ક જનરેટ કરે છે. કંપનીના દાવા મુજબ બીએસ 4 વર્ઝનના મુકાબલે આ સ્કૂટર વધારે માઇલેજ આપશે. હોન્ડાએ આ સ્કૂટરમાં સાઇલેંટ સ્ટાર્ટ સિસ્ટમ પણ આપી છે.

નવા ફીચર

અપડેટેડ વર્ઝનમાં ફુલ ડિજિટલ ઈન્સ્ટ્રૂમેંટ કલસ્ટર આપવામાં આવ્યું છે. જેમાં તમને રેન્જ, માઇલેજ, રિયલ ટાઇમ માઇલેજ અને સર્વિસ ડ્યૂ ઈન્ડિકેટર જેવી જાણકારી મળશે. ઉપરાંત ઓપ્શનલ સાઇડ સ્ટેન્ડ ડાઉન એન્જિન ઈન્હિબિટર ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરથી જો તમારા સ્કૂટરનું સાઇડ સ્ટેન્ડ નીચે હશે તો સ્ટાર્ટ જ નહીં થાય. આ ઉપરાંત લાઈટ સ્વિચ અને એક્સટર્નલ ફ્યૂલ ફિલર જેવા ફીચર પણ સામેલ કરવામાં આવ્યા છે.

ફ્રેશ લુક

હોન્ડાએ Dio સ્કૂટરની સ્ટાઇલિંગ પણ અપડેટ કરી છે. નવી એલઈડી હેડલાઇટ, મોર્ડન ટેલલેમ્પ ડિઝાઇન, સ્પિલટ ગ્રેબ રેલ્સ, શાર્પ લોગો અને નવા બોડી ગ્રાફિક્સ સ્કૂટરને શાનદાર લૂક આપે છે. નવા મૉડલમાં 12 ઈંચનું ફ્રન્ટ વ્હીલ આપવામાં આવ્યું છે, જ્યારે બીએસ 4 મોડલમાં 10 ઈંચનું વ્હીલ હતું. ફ્રંટમાં હવે ટેલેસ્કોપિક સસ્પેંશન આપવામાં આવ્યું છે.

કલર ઓપ્શન

નવી હોન્ડા Dioના સ્ટાન્ડર્ડ વેરિયન્ટમાં ચાર કલર ઓપ્શન છે. જેમાં મેટ એક્સિસ ગ્રે મેટાલિક, કેન્ડી જેજી બ્લૂ, સ્પોર્ટ્સ રેડ અને વાઇબ્રન્ટ ઓરેન્જ સામેલ છે. ડીલક્લ વેરિયન્ટ ત્રણ કલર ઓપ્શન- મેટ રેડ મેટાલિક, ડેઝલ યલો મેટાલિક અને મેટ એક્સિસ ગ્રે મેટાલિકમાં ઉપલબ્ધ છે.

ન્યૂઝીલેન્ડમાં ફરી રહ્યા છે અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, ફેન્સ સાથેની તસવીરો થઈ વાયરલ

પશ્ચિમ બંગાળમાં હવે આટલા યૂનિટ ફ્રી વીજળી મળશે, બજેટમાં મમતા સરકારે કરી જાહેરાત

સાનિયા મિર્ઝાએ માત્ર 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ખાસ પ્લાન, અંતિમ વન ડેમાં રમશે આ મોટો દાવ

Car loan Information:

Calculate Car Loan EMI