નવી દિલ્હીઃ ભારતમાં વધુ એક કંપનીએ કોરોના વાયરસની દવા લોન્ચ કરી છે. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે બુધવારે કોરોના વાયરસ મહામારીની દવા અવિગન (ફેવિપિરાવિર) ટેબલેટને બજારમાં ઉતારવાની જાહેરાત કરી હતી. આ દવા કોવિડ-19ના હળવાથી લઈ સામાન્ય સંક્રમણની સારવારના ઉપયોગ માટે છે.


દવા કંપનીએ શેર બજાર નિયામક સેબીને મોકલેલી નોટમાં જણાવ્યું,  જાપાનની ફૂઝીફિલ્મ ટોયામા કેમિકલ કંપની લિમિટેડ સાથે થયેલા વૈશ્વિક લાઈસેંસિંગ સમજૂતી અંતર્ગત ડો. રેડ્ડીઝે અવિગન (ફેવિપિરાવિર) 200 મિલીગ્રામની ગોળીના ભારતમાં નિર્માણ, વેચાણ અને વિતરણનો વિશેષ અધિકાર મળ્યો છે. અવિગનને ભારતના DGCI તરફથી કોવિડ-19ના હળવાથી લઈ મધ્યમ રીતે સંક્રમિત દર્દીની સારવારમાં આ દવાના ઉપયોગની મંજૂરી મળી છે.



ડો. રેડ્ડીઝની આ દવા 122 ટેબલેટનું પેકમાં મળશે. જેની શેલ્ફ લાઇફ બે વર્ષની હશે. એક ગોળીનો ભાવ 99 રૂપિયા રહેશે. કંપનીએ દેશના 41 શહેરોમાં ફ્રી હોમ ડિલિવરીની પણ યોજના બનાવી છે.

ડો. રેડ્ડીઝ લેબોરેટીઝના બ્રાંડેડ માર્કેટ્સ (ભારત અને ઉભરતાં બજારો)ના સીઈઓ એમ વી રમન્નાએ કહ્યું, અમારા માટે ઉચ્ચ ગુણવત્તા, સારી ક્ષમતા અને બીમારીની સારી સારવાર સૌથી પહેલી પ્રાથમિકતા છે. મારું માનવું છે કે અવિગન ટેબલેટ ભારતમાં કોવિડ-19થી પ્રભાવિત દર્દી માટે અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવશે.

શેરડી ખેડૂતો માટે સારા સમાચાર, શેરડીના ખરીદ મૂલ્યમાં કરવામાં આવ્યો વધારો, જાણો વિગત

દેશના આ રાજ્યમાં 1 ઓક્ટોબરથી ખૂલી શકે છે કોલેજો, શિક્ષકોએ ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ