નવી દિલ્હીઃ દેશભરના શેરડી ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં વર્ષ 2020-21 માટે શેરડીના ખરીદ મૂલ્યમાં વધારો કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. ખરીદ મૂલ્યમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

વધારા બાદ શેરડીનું ખરીદ મૂલ્ય 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે. 2019-20માં 2018-19ની તુલનામાં ખરીદ મૂલ્યમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. શેરડીનું ખરીદ મૂલ્ય FRP આધારે જાહેર કરવામાં આવે છે.

શેરડી વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થઈને બીજા વર્ષના 30 સપ્ટેમ્બર સુધી ચાલે છે. ગત વર્ષે ખરીદ મૂલ્યમાં વધારો કરવામાં આવ્યો નહોતો, જેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. એફઆરપી મૂલ્યના આધારે ખાંડ મિલો ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે.



દેશના આ રાજ્યમાં 1 ઓક્ટોબરથી ખૂલી શકે છે કોલેજો, શિક્ષકોએ ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ