નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે ઘણી કંપનીઓ કર્મચારીઓને ઘરે બેસીને કામ કરવાની અપીલ કરી હતી. ત્યારે બીએસએનએલ તરફથી ‘વર્ક ફ્રોમ હોમ’ને પ્રોત્સાહન આપવા માટે નવા Work@Home પ્લાન ફ્રીમાં યૂઝર્સને આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં દરરોજ 5 GB બ્રોડબેન્ડ ડેટા 10 mbps સ્પીડ મળશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા બાદ સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે ખાસ બ્રોડબેન્ડ પેકેજ લોન્ચ કર્યું છે. કંપનીએ આ પ્લાનને Work@Home નામ આપવામાં આવ્યું છે. BSNLનો આ પ્લાન હાલના લેન્ડલાઇન ગ્રાહકો માટે નિશુલ્ક રહેશે.
ઝડપથી મહામારી બનીને ઉભરેલા કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન વધુમાં વધુ લોકો વર્ક ફ્રોમ હોમ એટલે ઘરેથી કામ કરી રહ્યાં છે. ઘરેથી કામ કરતી વખતે લોકોને સૌથી વધુ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. તેને ધ્યાનમાં રાખતાં BSNL પોતાના યૂઝર્સને ફ્રી ઈન્ટરનેટ પ્લાન ઓફર કરી રહી છે. કંપનીનો દાવો છે કે, આ પ્લાન માટે બ્રોડબેન્ડ યૂઝર્સને એક રૂપિયો પણ ખર્ચવો પડશે નહીં. આ પ્લાન અંડમાન અને નિકાબાર દેશના તમામ સર્કલમાં સર્વિસ ઉપલબ્ધ કરાવશે.
BSNLના આ પ્લાનનો ફાયદો હાલના લેન્ડલાઇન કનેક્શનવાળા બ્રોડબેન્ડ યૂઝર્સને જ મળશે. આ પ્લાનમાં ગ્રાહકને દરરોજ 5 જીબી ડેટા 10Mbpsની સ્પીડ પર મળશે. આ ડેટા ખતમ થતાં સ્પીડ ઘટીને 1Mbps થઈ જશે તેને આપણે Unimited પ્લાન પણ કહી શકીએ.
આ પ્લાનની ખાસિયત છે કે, ગ્રાહકોને જીરો કોસ્ટમાં પડે છે. આ પ્લાન માટે ગ્રાહકોને કોઈ પણ ઈન્સ્ટોલેશન ચાર્જ અથવા મંથલી ડિપોઝિટ આપવાનો નથી. આ પ્લાનનો ફાયદો બીએસએનએલ દ્વારા ફક્ત લેન્ડલાઇન કનેક્શનવાળા બ્રોડબેન્ડ યૂઝર્સને જ મળશે. બીજી તરફ વોઈસ કોલિંગ સબ્સક્રાઇબર્સને તેમના પ્લાન મુજબ જ મળશે.
‘વર્ક ફ્રોમ હોમ’ કરનાર લોકો માટે આ કંપનીએ લોન્ચ કર્યો Work@Home પ્લાન, દરરોજ મળે છે 5 GB ડેટા ફ્રી, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Mar 2020 12:57 PM (IST)
કેન્દ્ર અને રાજ્ય સરકારના વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા બાદ સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે ખાસ બ્રોડબેન્ડ પેકેજ લોન્ચ કર્યું
- - - - - - - - - Advertisement - - - - - - - - -