ઓલાએ એક નિવેદનમાં જણાવ્યું કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવાની કોશિશ અંતર્ગત કંપની ઓલા શેયર સુવિધા આગામી સૂચના સુધી અસ્થાયી રીતે બંધ કરી રહી છે. કંપનીએ કહ્યું કે, તેની માઇક્રો, મિની, પ્રાઈમ, રેંટલ અને આઉટ સ્ટેશન સુવિધા ચાલુ રહેશે.
ઉબરે કહ્યું, કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા મદદ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. તેથી જે શહેરમાં અમે સેવાઓ આપીએ છીએ તે શહેરોમાં ઉબર પૂલની સર્વિસ સસ્પેન્ડ રહેશે. હાલ કોરોના વાયરસથી વિશ્વભરમાં 10,000થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.
ભારતમાં આ રોગ વધારે વકરતો અટકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે 8 કલાકે જનતાને સંબોધન કરીને રવિવાર, 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ રાખવાની અપીલ કરી હતી. જોકે તેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે અને લોકો સ્વેચ્છાએ જ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.