નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લોકોના બિઝનેસ પર ખરાબ અસર પડી રહી છે. અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી રહી છે. જ્યારે આ ખાતરનાક વાયરસની વચ્ચે પેટીએમના સંસ્થાપક વિજય શેખરે પોતાના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેણે આ જાહેરાત મેરિયર ઇન્ટરનશનલના સીઈઓ આર્ને સોરેંસનનો એક વીડિયો જોઈને કરી છે.


વિજય શેખરે કહ્યું કે, આ વીડિયો જોયા બાદ હું મારા આંસૂને રોખી ન શક્યો. સાથે જ તેમણે જાહેરાત કરી કે હું બે મહિનાનો પગાર જતો કરીશ. આ રકામ હું મારા જરૂરિયાતમંદ કર્મચારીઓને આપીશ. મૈરિએટ ઇન્ટરનેશનલના એક ટ્વીટને રિટ્વીટ કરતાં વિજય શેખરે લખ્યું, “હું આ મેસેજને જોઇને મારું આંસૂ ન રોકી શક્યો. આર્નેથી પ્રભાવિત થઈને હવે હું પણ આ મહિને અને આગામી મહિનાનો મારો પગાલ જતો કરીશ. હું પ્રતિબ્દતા દર્શાવું છું કે આ રકમ આ ખરાબ સમયે હું પેટીએમના કોઈ કર્મચારીને આપીશ.”


આ પહેલા મૈરિયેટ ઇન્ટરનેશનલના સીઈઓ આર્ને ઓરેંસને ટ્વીટ કર્યં હતું. જેમાં તેણે જાહેરાત કરી હતી કે મૈરિયેટ અને હોટલ ઇન્ડસ્ટ્રી પર કોરોના વાયરસની અસરથી આર્થિક નુકસાનને જોતા હું આ વર્ષે આવનારા તમામ મહિનાનો પગાર અને ટોપ એક્ઝીક્યુટિવ ટીમનો 50 ટકા પગારનો ઉપયોગ કંપનીમાં કરીશ. આ દરમિયાન તેમણે કહ્યું, “બિઝનેસ પર 9/11 અને 2009ની આર્થિક સંકટથી પણ વધારે અસર કોરોના વાયરસને કારણે થઈ રહી છે.”