નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે સંકટમાં આવી ગયેલા અર્થતંત્રને બેઠું કરવા સરકારે આજે કટેલીક જાહેરાતો કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમને વીડિયો કોન્ફરન્સ કરીને કહ્યું, ઇકોનોમીને આર્થિક પેકેજ બૂસ્ટર આપવામાં આવશે. આર્થિક પેકેજની તૈયારીનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.


તેમણે કહ્યું, આધાર અને પાન કાર્ડ લિંક કરાવવાની તારીખ વધારીને 30 જૂન 2020 સુધી કરી દેવામાં આવી છે. પહેલા આ માટેની સમય મર્યાદા 31 માર્ચ હતી. નાણાંકીય વર્ષ 2018-19 માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવીને 30  જૂનકરી દેવામાં આવી છે.

વિવાદથી વિશ્વાસ સ્કીમને પણ 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે. 31 માર્ચ બાદ 30 જૂન સુધી કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે.

સરકારે સ્પષ્ટતા કરી કે કોરોના વાયરસથી સંકળાયેલા કાર્યોમાં આપવામાં આવતા CSR ફંડનો ઉપયોગ વાયરસ સામે લડાઇમાં કરવામાં આવશે.