રાજગોપાલને કહ્યું કે, રિટેલ કારોબારીઓની આવી જ હાલત રહેશે તો તેમનો ખર્ચ કેવી રીતે નીકળશે. કારણકે તેમનો 85 ટકા ખર્ચ ફિક્સ જ હોય છે. જો સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો હું સમજું છું કે 30 ટકા રિટેલ કારોબારી આગામી 6 મહિનામાં બજારમાંથી બહાર થઈ જશે. અમારી સંસ્થાએ પ્રોત્સાહન પેકેજ માટે સરકારે પત્ર લખ્યો છે.
દેશમાં રિટેલ ઉદ્યોગમાં આશરે 60 લાખ લોકો કાર્યરત છે અને રાજગોપાલન મુજબ તે પૈકી મોટાભાગના સંકટમાં છે. જો સરકાર દ્વારા કોઈ વિશેષ જાહેરાત નહીં કરવામાં આવે તો રિટેલ ઉદ્યોગકારોની કમર ભાંગી જશે.