આ પહેલા મંગળવારે એર ઈન્ડિયાએ પોતાના પાયલટો અને કેબિન ક્રૂ મેમ્બર્સ સહિત તમામ કર્મચારીઓના એલાઉન્સેસમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો.
ઈન્ડિગોના સીઈઓ રોનોજોય દત્તાએ કહ્યું કે તેઓ ખુદ 25 ટકા ઓછી પગાર લઈ રહ્યાં છે. સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને તેની ઉપરના કર્મચારી 20 ટકા, વાઈસ પ્રેસિડેન્ટ અને કૉકપિટ ક્રૂ 15 ટકા, AVP અને બેન્ડ ડીના કર્મચારીઓ સાથે સાથે કેબિન ક્રૂના કર્મચારી 10 ટકા સેલેરી લેશે. જ્યારે બેન્ડ સીના કર્મચારીઓની સેલેરી 5 ટકા ઘટાડો કરવામાં આવશે.
ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, આવકમાં મોટો ઘટાડો થતાં હવે એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય દાવ પર છે. આર્થિક સંકટને પહોંચી વળવા માટે કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવો પડશે.