કોરોના વાયરસના કારણે આર્થિક મંદીનો સામનો કરી રહેલા અર્થતંત્રને વેગ આપવા આરબીઆઈએ કેટલીક જાહેરાતો કરી હતી. જેના નિર્ણય મુજબ આરબીઆઈએ બેંકોને ઋણના માસિક હપ્તા (EMI)ની વસૂલીમાં ગ્રાહકોને 3 મહિનાની છૂટ આપવાની વાત કરી હતી.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, 1 માર્ચ, 2020ની સ્થિતિ મુજબ માસિક હપ્તા સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના ઋણ પર ઈએમઆઈ ત્રણ મહિના સુધી રોકી દેવાની મંજૂરી બેંકોને આપવામાં આવી છે.