નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા જોખને ધ્યાનમાં રાખતા દેશમાં 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું. આ મહામારીના ડરથી લોકો પણ ઘરમાં કેદ થઈ ગયા છે. બહાર નથી જઈ શકતા. બેંકો અને એટીએમને સરકારે ખુલા રાખવાની છૂટ આપી છે, પરંતુ ત્યાં પણ ભીડ  હોય છે, જેના કારણે સામાન્ય લોકો ત્યાં પણ જતા ડરે છે. એવામાં અમે તમને એવો રસ્તો બતાવી રહ્યા છે જેમાં તમે ઘર બેઠે જ બેંકમાંથી રોકડ મગાવી શકો છો.


દેશની અનેક મોટી બેંક પોતાના ગ્રાહકોનો રોકડની હોમ ડિલિવરીની સુવિધા આપે છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઆ, એક્સિસ, કોટક અને એચડીએફસી જેવી અનેક બેંક શરતોની સાથે ગ્રાહકોને ઘર સુધી રોકડ પહોંચાડી હી છે.

ઘર બેઠે કેવી રીતે મગાવી શકાય છે રોકડ

ગ્રાહકો દ્વારા રોકડ મગાવવા માટે દરેક બેંકની પોતાની પ્રોસેસ છે. દેશના સૌથી મોટી બેંક એસેબીઆઈ રોકડની હોમ ડિલિવરીની સાથે સાથે ઘર બેઠે બેંકમાં રૂપિયા જમા કરાવવાની સુવિધા પણ આપી રહી છે. જોકે એસબીઆઈમાં આ સુવિધા વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અથવા વિશેષ રજિસ્ટ્રેસન કરાવનારા ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ ગ્રાહકો 25 હજાર રૂપિયા સુધી ઘર બેઠે મગાવી શકે છે. આ સેવાનો લાભ લેવા માટે તમારે 100 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

એચડીએફસી પણ આ પ્રકારની સેવા પોતાના ગ્રાહકોને આપે છે. એચડીએફસીમાં તમે ઘર બેઠે 25 હજાર રૂપિયા સુધી મગાવી શકો છો. તેના માટે ચાર્જ તરીકે તમારે 100થી 200 રૂપિયા બેંકને આપવા પડશે.

આઈસીઆઈસીઆઆ બેંકના ગ્રાહકો બેંકની વેબસાઇટ Bank@homeservice પર લોગનઇન કરી અથવા કસ્મટર કેર પર ફોન દ્વારા ઘર બેઠે રોકડ મગાવાની સુવિધા સાથે જોડાઈ શકે છે. આ બેંકે રોકડ મગાવવા માટે સવારે 9 કલાકથી બપોરના 2 કલાક સુધીનો સમય નક્કી કર્યો છે. બેંક અનુસાર વિનંતી કર્યાના બે કલાકની અંદર ગ્રાહકોને રૂપિયા તેના ઘરે પહોંચાડવામાં આવશે. ખાસ વાત એ છે કે આઈસીઆઈસીઆઈના ગ્રાહકો આ સુવિધા અંતર્ગત બે હજારથી લઈને બે લાખ સુધીની રોકડ મગાવી શકે છે. તેના માટે ગ્રાહકોએ 50 રૂપિયા ચાર્જ ઉપરાંત તેના પર 18 ટકા જીએસટી આપવો પડશે, જે કુળ મળીને  60 રૂપિયા આસાપસ થાય છે.

ઉપરાંત એક્સિસ, કોટક જેવી અનેક મોટી બેંક પણ અરજી કરવા પર ઘર બેઠે રોકડ પહોંચાડી રહી છે. આ સેવા માટે બેંકની એપનો ઉપયોગ કરી શકાય છે.