જિયો દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે તમને બમણો ડેટા-બૂસ્ટર તરીકે મળશે. જો તમારું પહેલાથી કોઈ પેક ચાલી રહ્યું છે અને તેનો ડેઈલી હાઇસ્પીડ ડેટા ખર્ચ થઈ જાય છે તો આ પેકનો ઉપયોગ કરી શકો છો. જેમકે, તમને રોજ 1.5 જીબી હાઇસ્પીડ ડેટા મળે છે. તે ખતમ થઈ ગયા બાદ આ પેકનો પ્રયોગ કરી શકો છે. તેનાથી ડબલ ડેટાની વેલિડિટી તમને પ્લાન મુજબ મળશે.
આ પેકની સાથે તમને નોન જિયો પર કોલિંગ મિનિટ્સ પણ મળશે. નોન જિયો નંબર પર કોલ કરવા માટે તમને 75,200, 500 અને 1000 મિનિટની કોલિંગ સુવિધા પણ મળશે. પહેલા 11 રૂપિયાના પેક પર 400 એમબી ડેટા મળતો હતો, તેના બદલ હવે 800 એમબી ડેટા મળશે. તેવી જ રીતે 21 રૂપિયાના પેકમાં 1 જીબીના બદલે 2 જીબી, 51 રૂપિયાના પેકમાં 3 જીબીની બદલે 6 જીબી અને 101 રૂપિયાના પેકમાં 6 જીબીના બદલે 12 જીબી ડેટા મળશે.
આ ઉપરાંત સરકારી ટેલિકોમ કંપનીએ પણ ઘરેથી કામ કરતાં લોકો માટે વર્ક ફ્રોમ હોમ પ્લાન લોન્ચ કર્યો છે. કંપની તરફથી એક નિવેદનમાં જણાવાયું કે, જે ગ્રાહકો પાસે કંપનીનું બ્રોડબેન્ડ કનેકશન નથી અને લેન્ડલાઈન છે તેઓ પણ લાભ ઉઠાવી શકે છે.