નવી દિલ્હીઃ ભારત સહિત સગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. વિશ્વના અનેક દેશો તેની રસી બનાવવામાં લાગ્યા છે. ભારતની ત્રણ જેટલી કંપની કોરોનાની દવા બજારમાં રજૂ કરી ચુક્યા છે.
લૂપિનની ગોળીની કિંતમ 49 રૂપિયા
દવા ક્ષેત્રની અગ્રણી કંપની લુપિને આજે કોવિડ-19ના હળવા અને ઓછા ગંભીર લક્ષણવાળા દર્દીની સારવાર માટે દવા ફેવિપિરાવિરને કોવિહાલ્ટ બ્રાંડથી બજારમાં લોન્ચ કરી છે. એક ગોળીની કિંમત 49 રૂપિયા રાખવામાં આવી છે. આ દવા 200 મિલીગ્રામની ગોળી છે. જે 10 ગોળીના સ્ટ્રીપમાં બજારમાં ઉપલબ્ધ હશે.
સન ફાર્માની ગોળીની કિંમત 35 રૂપિયા
ગુજરાતની જાણીતી સનફાર્મા કંપનીએ હળવા અને મધ્યમ કોરોના વાઇરસના લક્ષણોવાળા દર્દીઓ માટે દવા લોન્ચ કરી દીધી છે. કોરોનાની દવા ફ્લૂગાર્ડ ની એક ટેબ્લેટની કિંમત 35 રૂપિયા રાખવામાં આવી છે. જેનરિક દવા ફૈવિપિરાવીર 200 એમજીને ફ્લુગાર્ડ બ્રાન્ડ નામ હેઠળ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે.
જેનેરિક દવા ફેવિવિરની એક ગોળીનો ભાવ 59 રૂપિયા
હેટેરો ગ્રુપની હેટેરો લેબ્સે કોવિડ-19ની સારવારમાં કામ આવતી ફેવિપિરાવિર જેનરિક દવા રજૂ કરી છે. ફેવિવિર બ્રાંડ નામ અંતર્ગત બજારમાં ઉતારવામાં આવી છે. હેટેરોની આ જેનેરિક દવાની એક ગોળીની કિંમત 59 રૂપિયા છે.
ગ્લેનમાર્ક ફાર્માની ગોળીની કિંમત 75 રૂપિયા
દવા કપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવાતી એન્ટીવાયરલ દવા ફેવિપિરાવિરનો ભાવ 27 ટકા ઘટાડીને 75 રૂપિયા પ્રતિ ગોળી કરી દીધો છે. કંપનીએ આ દવા ફેબિફ્લૂ બ્રાંડ નામથી બજારમાં રજૂ કરી છે.
Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 56 હજારથી વધારે કેસ, અમેરિકા-બ્રાઝિલને રાખ્યા પાછળ
CR પાટીલે પેટાચૂંટણી-સંગઠનમાં નિમણૂકો મુદ્દે ભાજપના ક્યા જૂના નેતાને સોંપી મોટી જવાબદારી ?
મમતા બેનર્જીએ આ જિલ્લામાં લાદયું અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન, જાણો કેવા આકરાં નિયંત્રણો મુકવામાં આવ્યા
ભારતમાં કોરોનાની સારવારમાં કઈ કંપનીએ કઈ દવા કરી છે લોન્ચ, જાણો કોની કિંમત છે સૌથી ઓછી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2020 12:02 PM (IST)
ગુજરાતની જાણીતી સનફાર્મા કંપનીએ હળવા અને મધ્યમ કોરોના વાઇરસના લક્ષણોવાળા દર્દીઓ માટે દવા લોન્ચ કરી દીધી છે. કોરોનાની દવા ફ્લૂગાર્ડ ની એક ટેબ્લેટની કિંમત 35 રૂપિયા રાખવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -