નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ભારતની ઘણી કંપનીઓ હાલ દવા અને રસી શોધવામાં લાગી છે. દવા ક્ષેત્રની અગ્રણી કંપની લુપિને આજે કોવિડ-19ના હળવા અને ઓછા ગંભીર લક્ષણવાળા દર્દીની સારવાર માટે દવા ફેવિપિરાવિરને કોવિહાલ્ટ બ્રાંડથી બજારમાં લોન્ચ કરી છે.

કેટલી છે ગોળીની કિંમત

એક ગોળીની કિંમત 49 રૂપિયા રાખવામાં આવી છે. લુપિને સબીને મોકલેલી યાદીમાં કહ્યું છે કે ફેવિપિરાવિરને ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે ભારતના ઔષધિ મહાનિયંત્રકની મંજૂરી મળી ગઈ છે. કોવિહાલ્ટમાં દવાની માત્રાને તંત્રની સુવિધાને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે.

10 ગોળીનું મળશે સ્ટ્રીપ

આ દવા 200 મિલીગ્રામની ગોળી છે. જે 10 ગોળીના સ્ટ્રીપમાં બજારમાં ઉપલબ્ધ હશે. લુપિનના ઈન્ડિયન રિજનલ ફોર્મુલેશન (IRF) રાજીવ સિબ્લે કહ્યું કંપનીને ઝડપથી ફેલાતા સંક્રમણ રોગોને વ્યવસ્થિત કરવાના ક્ષેત્રમાં જે અનુભ છે તેનો લાભ ઉઠાવી શકશે. અમારા મજબૂત નેટવર્ક અને ગ્રાઉન્ડ ફિલ્ડમાં કામ કરવાના અનુભવના કારણે કોવિહાલ્ટની પહોંચ સુનિશ્ચિત કરશે.

સન ફાર્માએ પણ રજૂ કરી દવા

આ પહેલા સન ફાર્માસ્યુટિક્લ ઈન્ડસ્ટ્રીઝે પણ ફેવિપિરાવિરની ફ્લ્યૂગાર્ડ બ્રાંડ અંતર્ગત ગોળી બજારમાં રજૂ કરી હતી. જેની એક ગોળીની કિંમત 35 રૂપિયા છે.

રામ મંદિર ભૂમિ પૂજનઃ પ્રધાનમંત્રી મોદીના આ 5 નિવેદનની થઈ રહી છે ચર્ચા