નવી દિલ્હીઃ ગ્રાહક સુરક્ષા કાયદામાં સરકારે મોટો બદલાવ કર્યો છે. નવો ગ્રાહક કાયદો લાગુ થયા બાદ કંપનીઓ તથા તેની વિજ્ઞાપન કરનારા કલાકારોની જવાબદારી પહેલાથી વધી ગઈ છે. આ કાનૂનમાં 10 બદલાવ કરવામાં આવ્યા છે અને ગ્રાહકોને 6 અધિકાર આપવામાં આવ્યા છે. આ સ્થિતિમાં ગ્રાહક પહેલા કરતા વધારે સશક્ત થઈને ખરીદી કરી શકશે.
ક્યા 10 બદલાવ થયા
1. નવા નિયમ અંતર્ગત ગ્રાહક કોઈપણ કમિશનમાં ફરિયાદ નોંધાવી શકશે. પહેલા આવું નહોતું. અગાઉ જ્યાં વસ્તુ બનાવનાર કે સર્વિસ આપતાની ઓફિસ હોય ત્યાં જ કેસ નોંધાતો હતો.
2. જિલ્લા આયોગનું મૂળ આર્થિક ક્ષેત્ર 1 કરોડ રૂપિયા સુધી હશે. 10 કરોડની રકમના મામલા રાજ્ય આયોગ સાંભળશે. તેનાથી વધારે રકમના ફરિયાદ રાષ્ટ્રીય સ્તર પર માન્ય કરવામાં આવી છે. આ પહેલા જિલ્લા સ્તર પર 20 લાખ રૂપિયા અને રાજ્ય સ્તર પર એક કરોડ રૂપિયા હતી. તેથી વધુ રકમના મામલાની ફરિયાદ રાષ્ટ્રીય સ્તરે થતી હતી.
3. નવા નિયમમાં સેલિબ્રિટીની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. પહેલા ભ્રામક વિજ્ઞાપન માટે સેલિબ્રિટી જવાબદાર નહોતા. પરંતુ હવે ભ્રામક વિજ્ઞાપન માટે સેલિબ્રિટીને સજા અને દંડની જોગવાઈ લાગુ કરવામાં આવી છે.
4. નવા ઉપભોક્તા કાનૂનમાં ઈ-કોમર્સ કંપનીઓ માટે હવે ગ્રાહકોના હિતનું વધારે ધ્યાન રાખવું પડશે. તે કંપની દેશમાં રજીસ્ટર્ડ થઈ હોય કે વિદેશમાં. નવા નિયમમાં દંડની સાથે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ ગ્રાહક ઓર્ડર બુક કરીને બાદમાં તેને કેંસલ કરે છે તો ઈ-કોમર્સ કંપનીઓ ચાર્જ નહીં લઈ શકે, સાથે જ સસ્તી સામગ્રીની ડિલીવરી ઉપર પણ દંડની જોગવાઈ છે.
5. જો કોઈ દુકાનદાક એમઆરપી કરતા વધારે કિંમતે વસ્તુ વેચતો હશે તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકશે.
6. ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરવા બદલ કંપનીઓને દંડ અને જેલની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. ભેળસેળના મામલે 6 મહિનાની જેલની જોગવાઈ છે અને જો ગ્રાહકનું મોત થાય તો ઉમરકેદની સજા થઈ શકે છે.
7. ઓનલાઈન શોપીંગ કરનારાની સાથે છેતરપીંડી માટે હવે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકોની સાથે જો ઓનલાઈન શોપીંગમાં છેતરપીંડી કરવામાં આવી તો હવે ઈ-કોમર્સ કંપનીઓ ઉપર શિકંજો કસવામાં આવશે.
8. ગ્રાહકોને હવે પ્રોડક્ટ લાયબિલ્ટીની સુવિધા મળશે.
9. ગ્રાહક મધ્યસ્થ સેલની રચના કરવામાં આવી છે. બંને પક્ષ પરસ્પર સહમતિથી મધ્યસ્થતાનો વિકલ્પ પસંદ કરી શકશે.
10. પહેલા કન્ઝ્યૂમર ફોરમ નામ હતું, જેને હવે બદલીને કન્ઝ્યૂમર કમીશન કરી દેવામાં આવ્યું છે.
સતત માસ્ક પહેરવાથી કંટાળી જતા લોકોને મોદીએ શું આપી મોટી સલાહ ? જાણો મહત્વની વિગત
Corona Vaccine: ભારતમાં ક્યાં પૂરો થયો કોવેક્સીનના માનવ પરીક્ષણના ફેઝ-1નો પ્રથમ હિસ્સો, જાણો શું આવ્યું પરિણામ
ગેરમાર્ગે દોરતી વિજ્ઞાપન માટે સેલિબ્રિટીને થશે દંડ, નવા ગ્રાહક સુરક્ષા કાયદામાં થયા આ 10 મોટા બદલાવ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2020 02:21 PM (IST)
નવા ગ્રાહક સુરક્ષા કાયદા કાનૂનમાં ઈ-કોમર્સ કંપનીઓ માટે હવે ગ્રાહકોના હિતનું વધારે ધ્યાન રાખવું પડશે. તે કંપની દેશમાં રજીસ્ટર્ડ થઈ હોય કે વિદેશમાં. નવા નિયમમાં દંડની સાથે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -