Credit Card Rules Changing From 1 July: ક્રેડિટ કાર્ડ ઘણા લોકો માટે જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. લોકો ઘણીવાર ખરીદી અને અન્ય વ્યવહારો માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. આજે જૂનનો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી નવો મહિનો શરૂ થશે. જુલાઈની શરૂઆત સાથે ઘણી બેંકોના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આમાં રિવોર્ડ પોઈન્ટ્સથી લઈને કાર્ડ સંબંધિત ચાર્જિસ સુધી બધું જ સામેલ છે. જૂન 2024 પૂરો થવા જઈ રહ્યો છે અને નવા મહિના જુલાઈની શરૂઆત થવા જઈ રહી છે. આગામી મહિનામાં ઘણા નાણાકીય કાર્યોની સમયમર્યાદા પૂરી થવા જઈ રહી છે.


SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર 


SBI કાર્ડે જાહેરાત કરી છે કે હવે ગ્રાહકોને 1 જુલાઈ, 2024 થી કોઈપણ પ્રકારના સરકારી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ નહીં મળે. જ્યારે કેટલાક SBI કાર્ડ પર આ સુવિધા 15 જુલાઈ, 2024થી બંધ કરવામાં આવી રહી છે.


ICICI બેંક ક્રેડિટ કાર્ડની શરતો 


ICICI બેંકે પણ 1 જુલાઈ, 2024 થી ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હવે ICICI કાર્ડ ધારકોએ કાર્ડ બદલવા માટે 100 રૂપિયાના બદલે 200 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ સાથે ચેક અને કેશ પિકઅપ પર લાગતા 100 રૂપિયાનો ચાર્જ બંધ થઈ જશે. ચાર્જ સ્લિપ રિક્વેસ્ટ પર 100 રૂપિયાનો ચાર્જ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ચેકની કિંમત પર લાગતો 1% ચાર્જ એટલે કે  100 રુપિયાને પણ બંધ કરવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે હવે ડુપ્લિકેટ સ્ટેટમેન્ટની રિક્વેસ્ટ પર 100 રૂપિયાની ફી પણ બંધ કરી દેવામાં આવી છે.


સિટીબેંક ક્રેડિટ કાર્ડ નિયમો


Axis Bank એ Citibank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકોને 15 જુલાઈ, 2024 સુધીમાં તમામ માઈગ્રેશન પ્રક્રિયાઓ પૂર્ણ કરવા જણાવ્યું છે. બેંકે તેના ગ્રાહકોને ઈમેલ દ્વારા જાણ કરી છે.


HDFC બેંક ક્રેડિટ કાર્ડ નિયમો 


HDFC બેંક તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમ 1 ઓગસ્ટ, 2024થી લાગુ થશે. HDFC બેંક લિમિટેડના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોએ હવે CRED, Paytm, Cheq, MobiKwik અને Freecharge જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.