Crude Oil Dropped for India : પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોને કારણે રશિયા ભારતને સસ્તા ભાવે તેલની વેચી રહ્યું છે. ભારત કુલ આયાતના 80 ટકાથી વધુ તેલની આયાત કરે છે. હાલ ભાવમાં રાહતના કારણે ભારત હાલમાં સૌથી વધુ તેલ રશિયા પાસેથી ખરીદી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા ભારત ઈરાક પાસેથી જંગી માત્રામાં તેલ ખરીદતું હતું.
ભારતીય ઓઇલ માર્કેટમાં રશિયાની એન્ટ્રીથી ઇરાકને આંચકો લાગ્યો છે. કારણ કે ઈરાક અને સાઉદી અરેબિયાને પાછળ છોડીને રશિયા ભારત માટે સૌથી વધુ તેલ નિકાસ કરતો દેશ બની ગયો છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરનાર દેશ છે. આ સ્થિતિમાં સસ્તા રશિયન તેલનો સામનો કરવા અને ભારતીય તેલ બજારને આકર્ષવા માટે ઇરાકે પણ રાહત ભાવે ભારતને તેલ વેચવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ તેલની નિકાસમાં રશિયા પાસેથી સખત સ્પર્ધાના કારણે ભારતમાં નિકાસ કરવામાં આવતા ઈરાકી તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ભારતે જાન્યુઆરી મહિનામાં ઈરાક પાસેથી 78.92 ડોલર પ્રતિ બેરલના ભાવે તેલ ખરીદ્યું હતું. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ભારતે સરેરાશ 76.19 ડોલર પ્રતિ બેરલ તેલ ખરીદ્યું હતું.
ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, તેલની નિકાસમાં રશિયા પાસેથી સખત સ્પર્ધાના કારણે ભારતમાં નિકાસ કરવામાં આવતા ઈરાકી તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ભારતે જાન્યુઆરી મહિનામાં ઈરાક પાસેથી 78.92 ડોલર પ્રતિ બેરલના ભાવે તેલ ખરીદ્યું હતું. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ભારતે સરેરાશ 76.19 ડોલર પ્રતિ બેરલ તેલ ખરીદ્યું હતું.
જોકે, ભારતને હજુ પણ સૌથી સસ્તું તેલ રશિયા પાસેથી જ મળી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ભારત સાઉદી અરેબિયા પાસેથી સૌથી મોંઘુ તેલ ખરીદી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતે સાઉદી અરેબિયા પાસેથી સરેરાશ 87.66 ડોલર પ્રતિ બેરલ તેલ ખરીદ્યું હતું.
ભારતીય ઓઈલ માર્કેટમાં રશિયાની એન્ટ્રી ઈરાકને શા માટે ફટકો?
એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સા અનુસાર, ભારતે માર્ચ 2022માં રશિયા પાસેથી પ્રતિ દિવસ માત્ર 68,600 બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. જે આ વર્ષે વધીને 1.64 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગયો છે. જ્યારે ભારતે માર્ચ 2022માં ઇરાક પાસેથી દરરોજ લગભગ 1.1 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી કરી હતી. જે આ વર્ષે ઘટીને 0.8 મિલિયન બેરલ પ્રતિ દિવસ પર આવી ગયું છે. આ રીતે રશિયા ઈરાકથી ભારતને બમણું ક્રૂડ ઓઈલ નિકાસ કરી રહ્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા ભારત 60 ટકાથી વધુ તેલની આયાત મધ્ય પૂર્વના દેશોમાંથી કરતું હતું. આમાં ઈરાક સૌથી મોટો સપ્લાયર હતો. ઈરાકને ભારતની ક્રૂડ ટોપલી કહેવામાં આવતું હતું. 2017-18થી રશિયા-યુક્રેન યુદ્ધ સુધી ઇરાક ભારતને સૌથી વધુ તેલ નિકાસકાર હતો. તે સમયે ભારતીય તેલ બજારમાં રશિયન તેલનો હિસ્સો 1 ટકાથી ઓછો હતો. હાલમાં આ શેર વધીને 34 ટકા થઈ ગયો છે.