Crude Oil Price Hike:  આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપિયન યુનિયને રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂકવાની હિમાયત કરતાં ક્રૂડ ઓઇલની કિંમત સાત સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગઇ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 115 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે, જે 28 માર્ચ બાદ સૌથી વધુ છે.


ચીને લોકડાઉન હળવું કરતાં ભાવમાં થયો વધારો


આ પહેલા રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 2008 બાદ પ્રથમ વખત 139 ડોલર પ્રતિ બેરલની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઇ હતી. રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ લગાવવાની માંગના કારણે કિંમતોમાં વધારો થઈ રહ્યો છે, સાથે જ ચીનમાં કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનમાં પણ રાહતના સમાચારના કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ વધારો થયો છે. ચીનમાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવે તો તેનાથી કાચા તેલની માંગ વધશે અને સપ્લાઈ ઘટવાના કારણે કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે.


પેટ્રોલ ડિઝલના ભાવ વધી શકે છે


ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ભારત માટે આ ખરાબ સમાચાર છે. ભારતમાં 22 માર્ચથી 6 એપ્રિલ 2022 વચ્ચે પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા પ્રતિ લીટરે મોંઘા થઈ ચૂક્યા છે. પરંતુ જો ક્રૂડ ઓઇળની કિંમતમાં વધારો થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો થશે. જેનાથી મોંઘવારી હજુ પણ વધી શકે છે. 


આ પણ વાંચોઃ


Coronavirus:  સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે,  રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો


Schools Summer Vacation 2022: હીટવેવના કારણે આ રાજ્યોએ સમય પહેલા જ જાહેર કર્યુ ઉનાળુ વેકેશન. સ્કૂલોના સમયમાં બદલાવ


LIC IPO Share Listing: એલઆઈસી આઈપીઓના નબળાં લિસ્ટિંગથી સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપુર, લોકોએ કહ્યું- ડર કા માહોલ હૈ, જુઓ મીમ્સ


Fact Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ  ? જાણો શું છે હકીકત


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ