Cryptocurrency Update: ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિ અંગેની ચર્ચા વચ્ચે શુક્રવારે ક્રિપ્ટો માર્કેટમાં હોબાળો થયો હતો. બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે ક્રિપ્ટોકરન્સીના ભાવ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈન સપ્તાહની શરૂઆતમાં ઉછળ્યા બાદ હવે ફરી નીચે જઈ રહી છે અને શુક્રવારે તે $49,000ની આસપાસ પહોંચી ગઈ છે.
વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ અગાઉના દિવસની સરખામણીમાં 3.40 ટકા ઘટીને $2.28 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કુલ વોલ્યુમ 2.96 ટકા વધીને $105.34 બિલિયન સુધી પહોંચ્યું છે.
છેલ્લા 24 કલાકમાં આ 6 ક્રિપ્ટોકરન્સીમાં આવ્યો ઉછાળો (CoinMarketCap ના ડેટા અનુસાર)
- Mobius: $0.09453 - 377.55 ટકા ઉછાળો
- HarryPotterObamaSonic10Inu: $0.000000006936 - 372.75 ટકા વધારો
- Prince Floki V2: V2: $0.000006456 - 251.32 ટકા વધારો
- ZEON: $0.001354 - 144.35 ટકા વધારો
- Stream Protocol: $0.05619 - 139.47 ટકા વધારો
- Token X:$0.0004324 - 136.15 ટકા ઉછાળો
છેલ્લા 24 કલાકમાં આ 6 ક્રિપ્ટોકરન્સીમાં બોલ્યો કડાકો (CoinMarketCap ના ડેટા અનુસાર)
- Baby Billionaires Club:: $0.0001587 - 66.10 ટકા ઘટાડો
- CultiPlan: $0.007934 - 63.94 ટકાથી ઘટાડો
- SafeDogeCoin: $0.06313 - 61.74 ટકા ઘટાડો
- MetaMatrix: $0.000000003855 - 61.10 ટકા ઘટાડો
- SAFE DEAL: $2.72 - 58.75 ટકા ઘટાડો
- UnityCom: $0.0000004334 - 56.11 ટકા ઘટાડો
દેશમાં બિલ લાવવામાં આવશે
નોંધનીય છે કે ભારતમાં ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીને લગતું બિલ રજૂ થવા જઈ રહ્યું છે. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી પર બિલ રજૂ કરશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ બિલ ગૃહમાં આવશે. સરકારે સંસદના છેલ્લા સત્ર (ચોમાસુ સત્ર)માં પણ સમાન બિલની સૂચિબદ્ધ કરી હતી, પરંતુ તે હાથ ધરવામાં આવ્યું ન હતું.