નવી દિલ્હીઃ જો તમારું દેશના સૌથી મોટા બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામા એકાઉન્ટ છે તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. કારણ કે શનિવાર અને રવિવારે બેન્કમાં રજાના હોવાના કારણે બંધ રહેશે પરંતુ આ દરમિયાન લગભગ પાંચ કલાક સુધી એસબીઆઇ ગ્રાહકો ઇન્ટરનેટ સર્વિસ, યોનો, યોનો લાઇટ,યુપીઆઇ અને મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ નહી કરી શકે.


સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અનુસાર ગ્રાહકો કુલ 300 મિનિટ સુધી એસબીઆઇ સાથે જોડાયેલી ઓનલાઇન અને ઓફલાઇન સેવાનો લાભ ઉઠાવી શકશે નહીં. આ 300 મિનિટ બંધ રહેશે. જો તમારુ એકાઉન્ટ એસબીઆઇમાં છે તો પછી શનિવાર અને રવિવાર દરમિયાન તમે લગભગ 300 મિનિટ સુધી ઇન્ટરનેટ બેન્કિંગ સર્વિસ, યોનો, યોનો લાઇટ, યુપીઆઇ અને મોબાઇલ બેન્કિંગની સેવા લઇ શકશો નહીં. આ દરમિયાન તમે કોઇ પણ લેવડદેવડ કરી શકશો નહીં.






એસબીઆઇએ પોતાના સતાવાર ટ્વિટર એકાઉન્ટમાં ટ્વિટ કરી જણાવ્યું કે અમે અમારા સન્માનિત ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ અમને સહયોગ કરે. અમે સારી બેન્કિંગ સેવા આપવા માટે કાર્યરત છીએ. ત્યારબાદ ટ્વિટમાં લખ્યું કે અમે 11 ડિસેમ્બર 2021ની રાત્રીથી 12 ડિસેમ્બર સવારે સાડા ચાર વાગ્યા સુધી આઇટી સર્વિસને સારી બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.


Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલ મેટ્રો બ્રાન્ડ્સનો IPO આજથી ખુલશે, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ


Defence Ministry Recruitment 2021: સંરક્ષણ મંત્રાલયમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો વિગતે


SBI CBO Recruitment 2021: એસબીઆઈમાં સર્કલ આધારિત અધિકારીઓની 1226 જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતે


રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારાતા અમદાવાદમાં તબીબોએ હડતાળ કરી પૂર્ણ


ગાંધીનગરઃ આ તારીખથી 10 હજાર સિનિયર સરકારી ડોક્ટર્સ જશે હડતાળ પર, જાણો વિગત