Cryptocurrency News: શુક્રવારે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે. સવારે 9.35 વાગ્યા સુધીમાં, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ 4.11% ઘટીને $1.73 ટ્રિલિયન થઈ ગયું. Bitcoin, Ethereum, Shiba Inu અને Terra Luna માં પણ ઘટાડો જોવા મળ્યો છે.

Coinmarketcap ના ડેટા અનુસાર, શુક્રવારે સવારે Bitcoin 5.37% ઘટીને $38,624.74 પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે Ethereumની કિંમત છેલ્લા 24 કલાકમાં 4.29% ઘટીને $2,549.13 થઈ ગઈ છે. છેલ્લા 7 દિવસમાં બિટકોઈન 6.81% ડાઉન છે, જ્યારે બીજા નંબરની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી Ethereum છેલ્લા 7 દિવસમાં 6.51% નીચે છે. શુક્રવારે સાવરે Bitcoin 42.5% નું માર્કેટ વર્ચસ્વ ધરાવે છે, જ્યારે Ethereum નું માર્કેટ વર્ચસ્વ 17.7% છે.

કયા કોઈનમાં કેટલો ઘટાડો

- બીએનબી (BNB) - કિંમત: $368.62, ડાઉન: 4.67%

- શિબા ઇનુ (Shiba Inu) - કિંમત: $0.00002221, ઘટાડો: 4.41%

- સોલાના (Solana – SOL) - કિંમત: $81.79, ઘટાડો: 4.25%

- કાર્ડાનો (Cardano – ADA) - કિંમત: $0.7913, ડાઉન: 4.24%

- ડોજેકોઈન (Dogecoin - DOGE) - કિંમત: $0.1158, ડાઉન: 2.84%

- એક્સઆરપી (XRP) - કિંમત: $0.7379, ડાઉન: 2.80%

- એવલોન્ચ (Avalanche) - કિંમત: $74.64, ઘટાડો: 1.23%

- ટેરા લુના (Terra – LUNA) - કિંમત: $97.04, ઘટાડો: 0.01%

સૌથી વધુ આ કોઈનમાં ઉછાળો

બેઝ પ્રોટોકોલ (Base Protocol – BASE), કતર 2022 ટોકન (QATAR 2022 TOKEN – FWC), અને ક્રિપ્ટોશિબા CryptoShiba (CyborgShiba – CBS) માં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન બેઝ પ્રોટોકોલ (BASE) 2228.29% વધ્યો છે, જ્યારે QATAR 2022 TOKEN (FWC) 2135.82% વધ્યો છે. આ સિવાય CyborgShiba (CBS)માં 402.71%નો ઉછાળો નોંધાયો છે.

આ પણ વાંચોઃ

Gold Imports: છેલ્લા એક વર્ષમાં સોનાની આયાતમાં થયો જંગી વધારો, જાણો ભારતીયોએ કેટલું સોનું ખરીદ્યું?