India's Gold Imports: જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ ગુરુવારે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને કારણે ભારતની સોનાની આયાત વર્ષ 2021માં વધીને 1,067.72 ટન થઈ છે, જે વર્ષ 2020 દરમિયાન 430.11 ટન હતી. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021માં સોનાની આયાત વર્ષ 2019ની 836.38 ટનની આયાત કરતાં 27.66 ટકા વધુ છે.


469.66 ટન સોનું આયાત કરવામાં આવ્યું હતું


તેમાં કહેવામાં આવ્યું છે કે સ્વિટ્ઝર્લેન્ડથી સૌથી વધુ 469.66 ટન સોનાની આયાત કરી છે. આ પછી સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી 120.16 ટન સોનું, દક્ષિણ આફ્રિકામાંથી 71.68 ટન અને ગિનીમાંથી 58.72 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. ચીનની સાથે સાથે ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો આયાતકાર અને ઉપભોક્તા દેશ છે.


2021માં 1,067 ટન સોનાની આયાત કરવામાં આવી હતી


GJEPCના પ્રમુખ કોલિન શાહના જણાવ્યા અનુસાર, “વર્ષ 2021માં આશરે 1,067 ટન સોનાની આયાત એક વર્ષ પહેલાની અસામાન્ય રોગચાળાની સ્થિતિને આભારી હોઈ શકે છે. તે સમયે આયાત ઘટીને 430.11 ટન થઈ હતી.” ગયા વર્ષે દેશમાંથી $58,7639 મિલિયનના સોનાના દાગીનાની નિકાસ કરવામાં આવી હતી.


જ્વેલરી ઉદ્યોગની નિકાસમાં વૃદ્ધિ


GJEPCએ જણાવ્યું હતું કે જ્વેલરી ઉદ્યોગમાં નિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે અને રોગચાળા પછી સોનાના દાગીના (સાદા અને સ્ટડેડ)નું સ્થાનિક વેચાણ વધી રહ્યું છે.


સોનાનો અત્યારનો ભાવ


તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાની કિંમતમાં 992 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, ત્યારબાદ સોનાની કિંમત 52,635 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ ગઈ છે. તે જ સમયે, અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 53,627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.