Cryptocurrency: કેન્દ્ર સરકાર તરફથી ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવા માટે કાનૂનને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. સરકાર ક્રિપ્ટો કરન્સી માટે એક એવો કાનૂન લાવવાની તૈયારી કરી રહી છે જેમાં કરન્સીને મુદ્રાના રૂપમાં નહીં પણ એસેટ તરીકે જોવામાં આવી શકે છે. ક્રિપ્ટોકરન્સીને કરન્સી તરીકે માન્યતા ન મળવાથી તેનો ટ્રાન્ઝેક્શન અને પમેન્ટ માટે ઉપયોગ નહીં કરી શકાય પરંતુ શેર્સ કે બોન્ડની જેમ સંપત્તિ ગણાઈ શકે છે.


શું છે સરકારનો ફેંસલો


સરકાર એવો કાનૂન લાવવાની તૈયારી કરી રહી છે જેમાં ક્રિપ્ટો એસેટના રૂપમાં કાર્ય કરી શકશે પરંતુ વર્ચુઅલ કરન્સીની જેમ તેનો ઉપયોગ પેમેન્ટ કે ટ્રાન્ઝેક્શનમાં નહીં કરી શકાય. ભારત સરકારે ક્રિપ્ટો કરન્સીને લઈ હજુ સુધી કોઈ કાનૂન બનાવ્યો નથી પરંતુ ઘણા સમય બાદ તેને લઈ સ્ટેક હોલ્ડર્સ, અધિકારીઓ અને અલગ અલગ મંત્રાલયો સાથે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં નાણા મંત્રાલયની સંસદીય સ્થાઈ સમિતિની બેઠકમાં પણ આ વિષય પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે.


સરકારી સૂત્રોથી મળી આ જાણકારી


સરકારી સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ક્રિપ્ટો પર કાનૂન બનાવવા માટે જે યોજના તૈયાર કરવામાં આવી રહી છે તેને કેબિનેટ સામે બે થી ત્રણ સપ્તાહમાં મુકવામાં આવી શકે છે. સેબીને ક્રિપ્ટોકરન્સીના નિયામક બનાવવાની વાતચીત થઈ રહી છે. જોકે હજુ અંતિમ ફેંસલો નથી લેવામાં આવ્યો.


ક્રિપ્ટોમાં ભારતીયોનું રૂ.6 લાખ કરોડનું રોકાણ


ભારતમાં લગબગ રૂપિયા છ લાખ કરોડનું રોકાણ વિવિધ ડીજીટલ ચલણમાં થયું હોય શકે છે. આ અંદાજ અનુસાર દેશમાં ડીજીટલ ચલણમાં ખરીદ કે વેચાણ કરતા હોય તેવા 10 કરોડ એકાઉન્ટ છે


ભારતમાં ક્રિપ્ટોકરન્સીની તવારીખ



  • વર્ષ 2013 દેશમાં પ્રથમ ક્રિપ્ટો એક્સચેન્જ શરૂ થયું

  • વર્ષ 2014 - 2016 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રિપ્ટોકરન્સી જોખમી હોવાની લોકોને બે વખત જાણ કરી

  • વર્ષ 2017- કેન્દ્ર સરકારે ક્રિપ્ટોકરન્સી અંગે અભ્યાસ કરવા સમિતિની રચના કરી

  • વર્ષ 2018- રિઝર્વ બેંકના આદેશની બેંકોએ લોકોને ખાતામાંથી ક્રિપ્ટોકરન્સી ખરીદવા કે વેચવા ઉપર પ્રતિબંધ મૂક્યો

  • 2020- દેશમાં દરેક ક્રિપ્ટોેકરન્સી ઉપર રિઝર્વ બેન્કે પ્રતિબંધ મૂક્યો

  • માર્ચ 2020 - રિઝર્વ બેંકના સર્ક્યુલરને સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો

  • જૂન 2020 કેન્દ્ર સરકારે ક્રિપ્ટોકરન્સીનો અભ્યાસ કરવા એસ સી ગર્ગ કમિટીની રચના કરી

  • આ કમિટીએ દેશમાં ક્રિપ્ટોના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે ખરીદી અને વપરાશ ઉપર પ્રતિબંધ મુકવાની ભલામણ કરી

  • ડિસેમ્બર 2020 - બેંકોએ ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર કરવાની ગ્રાહકોને છૂટ આપી.