Cyrus Mistry: રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી કેમ હટાવ્યા? જાણો શું હતો ટાટા-સાયરસ વિવાદ

સાયરસ મિસ્ત્રી એક એવું નામ હતું જે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલું હતું. ટાટા ગ્રુપ સાથેના વિવાદોમાં આવ્યા બાદ જ તેમનું નામ લોક મુખે ચર્ચાવા લાગ્યું હતું.

Continues below advertisement

Cyrus-Tata Conflict: ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું આજે બપોરે 3 વાગ્યાની આસપાસ મુંબઈ નજીક આવેલા પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સાયરસ મિસ્ત્રી એક એવું નામ હતું જે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલું હતું. ટાટા ગ્રુપ સાથેના વિવાદોમાં આવ્યા બાદ જ તેમનું નામ લોક મુખે ચર્ચાવા લાગ્યું હતું. જોકે સાયરસ ખૂબ જ શાંત સ્વભાવના માનવામાં આવતા હતા, પરંતુ રતન ટાટા સાથેના તેમના વિવાદે તેમને એક અલગ ઓળખ આપી હતી. આ વિવાદ પછી તે ઘણીવાર લાઇમલાઇટમાં રહેવા લાગ્યા હતા.

Continues below advertisement

સાયરસ 90 વર્ષીય પેલોનજી મિસ્ત્રીના પુત્ર હતા, જે ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી ઉદ્યોગપતિઓમાંના એક છે. પેલોનજી મિસ્ત્રીએ તેમના પુત્ર સાયરસનું પેલોનજી ગ્રૂપની જવાબદારી સોંપી અને સાથે જ ટાટા સન્સમાં તેમના શેર આપીને સાયરસને સૌથી મોટા શેરહોલ્ડર પણ બનાવ્યા હતા. આ દરમિયાન સાયરસ મિસ્ત્રી બોર્ડના સભ્ય પણ બની ગયા હતા. 

શું હતો સમગ્ર મામલો?

ડિસેમ્બર 2012માં, રતન ટાટા પછી, સાયરસ મિસ્ત્રીની ટાટા સન્સના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી અને વર્ષ 2016 માં તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ પછી બંને વચ્ચે ઝઘડાના સમાચારો સામે આવવા લાગ્યા. વાસ્તવમાં તેમને હટાવવાનો નિર્ણય ટાટા સન્સના બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. સાયરસ મિસ્ત્રીને 2016માં  ટાટા ગ્રુપના ચેરમેન પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેમને અચાનક પદ પરથી હટાવવાના કારણે તેઓ કોર્ટમાં પણ ગયા હતા અને તેઓ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ગયા હતા જ્યાં નિર્ણય તેમની તરફેણમાં આવ્યો હતો. જો કે આ નિર્ણય બાદ રતન ટાટાએ સુપ્રીમ કોર્ટમાં અપિલ પણ કરી હતી જ્યાં રતન ટાટાની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો.

વિવાદનું કારણ શું હતું?

બંને વચ્ચેના વિવાદનું સૌથી મોટું કારણ ટાટા કંપની વિશેના નિર્ણયો હતા. કયા પ્રોજેક્ટમાં રોકાણ કરવું અને ટાટા ગ્રૂપને અમેરિકન ફાસ્ટ ફૂડ ચેઇન સાથે જોડવું જોઈએ કે કેમ તે અંગે રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે વિવાદ વધી રહ્યો હતો. તે જ સમયે, ટાટા ગ્રૂપે સાયરસ મિસ્ત્રીની માલિકીના કંપની શાપુરજી પેલોનજી ગ્રૂપના શેર ખરીદવા અને તેને ટાટા સન્સ સાથે મર્જ કરવાની ઓફર કરી હતી, જે મિસ્ત્રી પરિવારે સ્વીકારી ન હતી. જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવામાં આવ્યા ત્યારે નિર્ણય રતન ટાટાની તરફેણમાં આવ્યો હતો. 

નોઈડા એરપોર્ટને લઈને પણ વિવાદ થયોઃ

આટલું જ નહીં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને પણ ટાટા અને સાયરસ વચ્ચે મોટો વિવાદ થયો હતો. બંને કંપનીઓ તેને બનાવવા માટે કોન્ટ્રાક્ટ માટે સ્પર્ધામાં હતી, પરંતુ અંતે નોઈડા એરપોર્ટ બનાવવાનું કામ ટાટા ગ્રુપને મળ્યું હતું. આ એરપોર્ટ 2024માં કાર્યરત થવાની ધારણા છે.

Continues below advertisement
Sponsored Links by Taboola