ગુજરાત યૂથ કૉંગ્રેસના અધ્યક્ષ વિશ્વનાથસિંહ વાઘેલાએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ હતું. ત્યારે હવે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસને વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામાં બાદ હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપી છે.


ગુજરાત યુથ કોગ્રેસના વડાએ રાજીનામું આપી કોગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ 


ગુજરાત યુથ કોગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હાર્દિકના રાજીનામા બાદ એનએસયુઆઇ, યુથ કોગ્રેસનું એક જૂથ વિશ્વનાથસિંહના વિરોધમાં હતું. વિશ્વનાથ સિંહ વાઘેલા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે.


કોગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસની મુખ્ય ઓફિસોમાં ગાંધી પરિવારની ભક્તિ થાય છે. નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા, રાહુલ, પ્રિયંકાના ફોટો હોય છે. કોગ્રેસનું ગળું તો ક્યારનું રૂંધી નાખવામાં આવ્યુ છે, હવે ધીમે ધીમે અહેસાસ થયો હતો. ત્યારની કોગ્રેસ દેશની સેવા કરવા માટે નહી પણ એક પરિવારની ભક્તિ જ કરે છે. કોગ્રેસે રૂપિયા લઇને મને પદ આપ્યા હોવાનો વિશ્વનાથસિંહે આરોપ લગાવ્યો હતો. યુથ કોગ્રેસની ચૂંટણીમાં એક કરોડ 70 લાખ રૂપિયા મે, મારા ગ્રુપે પાર્ટીને આપ્યા છે.


વિશ્વનાથ સિંહે કહ્યું કે યુવાનોને જરૂર પડે ત્યારે નેતાઓ હાજર રહેતા નથી. પક્ષમાં નેતાઓનો જૂથવાદ અને પક્ષની સિસ્ટમથી ધૃણા છે. યુવાનો કોગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય જોતા નથી. નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવે છે.


કોંગ્રેસમાં ફરી એકવાર પરિવારવાદનો મુદ્દો સળગ્યો છે. ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વાનાથ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે.  વિશ્વનાથ વાઘેલા બે દિવસ બાદ ભાજપમાં જોડાવાની અટકળો પણ તેજ બની છે. રાજીનામુ આપીને વિશ્વનાથ વાઘેલાના કોંગ્રેસ પર મોટા આરોપ મૂક્યા છે. 


5 સપ્ટેમ્બર રાહુલ ગાંધી રિવરફ્રન્ટ ખાતે સંમેલનને સંબોધશે


રાહુલ ગાંધીના પ્રવાસ અંગે કોંગ્રેસના નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ. કોંગ્રેસના પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું કે, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 5મી તારીખે રાહુલ ગાંધી સંમેલનને સંબોધન કરશે. પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સામેલન નામ આપવામાં આવ્યું છે. પુરા ગુજરાતમાં અમારા આગેવાનો આ કાર્યક્રમ અંગે કામ કરી રહ્યા છે. બુથના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરવા રાહુલ ગાંધી આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, સરકારમાં પરિવર્તન, બેરોજગારીમાં પરિવર્તન લાવવામાં આવશે. મહિલાઓ ઉપર થતાં અત્યાચારમાં પરિવર્તન, પેપર ફૂટવાની ઘટનામાં પરિવર્તન લાવવા માટેનો સંકલ્પ છે. 52 હજાર બુથ ઉપરના યોદ્ધાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ યોદ્ધાઓને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે.