નવી દિલ્હી: સરકારે ટેક્સ પેયર્સને રાહત આપી છે. ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ (ITR) કરવાની તારીખ 10 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવી છે. આ પહેલા વ્યક્તિગત ઈનકમટેક્સ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2020 સુધી હતી. તેના બાદ હવે તેને 10 દિવસ માટે વધારી દેવામાં આવી છે.


સરકારે  કંપનીઓ માટે નાણાકીય વર્ષ 2019-20નું ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી 2021 સુધી કરી દીધી છે.

નાણાકીય વર્ષ 2018-19ની લેટ ચાર્જ વગર (એસેસમેન્ટ વર્ષ 2019-20) માટે અંતિમ તારીખ સુધી 5.65 ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ 31 ઓગસ્ટ 2019 સુધી લંબાવવામાં આવી હતી.

આયકર વિભાગે ટ્વીટ કરી કે, “એસેસમેન્ટ વર્ષ 2020-2021 માટે 29 ડિસેમ્બર સુધી 4.54 કરોડથી વધુ આયકર રિટર્ન દાખલ કરવામાં આવી ચૂકી છે. ”