મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) ICICI Bank Videocon મની લોન્ડ્રિંગ કેસમાં આઈસીઆઈસીઆઈના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચરની સોમવારે ધરપકડ કરી હતી. તેના બાદ આજે પીએમએલએની કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે તેમને 19 સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ઈડીએ ગત વર્ષે ચંદા કોચર, તેના પતિ દીપક કોચર, વીડિયોકોન સમૂહના વેણુગોપાલ ઘૂત અને અન્ય સામે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા વીડિયોકોન સમૂહને 1,875 કરોડ રૂપિયા લોન મંજુર કરવાના કેસમાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ માટે પીએમએલએ હેઠળ કેસ દાખલ કરાયો હતો.
ઈડીએ આ વર્ષની શરુઆતમાં ચંદા કોચર, દીપક કોચર અને તેમના માલિકીની તથા નિયંત્રણવાળી કંપનીઓ સંબંધિત 78 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી.
સીબીઆઈની ફરિયાદના આધાર પર ઈડીએ કાર્યવાહી કરી હતી. સીબીઆઈએ આ મામલે ચંદા કોચર, દીપક કોચર અને ધૂતની કંપનીઓ- વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (વીઆઇએલ) અને વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (વીઆઇએલ) વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
આઈસીઆઈસીઆઈ બેંકે વીડિયોકોન જૂથને કરોડો રૂપિયાની લોન આપી હતી. આ લોન અંગે વિવાદ થયો હતો. વિવાદ ઉભો થયા પછી, તપાસ જસ્ટિસ શ્રીકૃષ્ણ સમિતિને સોંપવામાં આવી હતી, જેમાં ધિરાણ પ્રક્રિયાને યોગ્ય ઠેરવવામાં નહોતી આવી.
ICICI Bank Videocon case: દીપક કોચરને 19 સપ્ટેમ્બર સુધી EDની કસ્ટડીમાં મોકલાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 05:01 PM (IST)
ઈડીએ ગત વર્ષે ચંદા કોચર, તેના પતિ દીપક કોચર, વીડિયોકોન સમૂહના વેણુગોપાલ ઘૂત અને અન્ય સામે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા વીડિયોકોન સમૂહને 1,875 કરોડ રૂપિયા લોન મંજુર કરવાના કેસમાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ માટે પીએમએલએ હેઠળ કેસ દાખલ કરાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -