નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અવારનવાર નાગરિકોની સુવિધા માટે સ્કીમ્સ લાવતી રહે છે. હવે બેંક દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ લોન આપવાની શરૂઆત કરવામાં આવી છે. તે આ પ્રકારની સુવિધા આપનારી ભારતની પ્રથમ બેંક બની છે. એસબીઆઈએ આને ગ્રીન કાર લોન નામ આપ્યું ચે.


કેટલી મળશે લોન

એસબીઆઈની ગ્રીન કાર લોન દ્વારા ગ્રાહકોને 8 વર્ષ સુધી લોન ઓફર કરવામાં આવી રહી છે. જેમાં ઈલેક્ટ્રિક વ્હીકલની ઓન રોડ કિંમતના 90 ટકા સુધી ફાયનાન્સ કરવામાં આવે છે. એસબીઆઈની ગ્રીન લોન પર વ્યાજ દર સામાન્ય ઓટો લોનથી 0.20 ટકા ઓછો હશે.

આ દસ્તાવેજોની પડશે જરૂર
- એસબીઆઈ ગ્રીન લોન માટે છ મહિનાનું બેંક સ્ટેટમેંટ, 2 પાસપોર્ટ ફોટા
- આઈડી કાર્ડ માટે પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડશે
- આ ઉપરાંત નોકરિયા વર્ગ માટે લેટેસ્ટ સેલરી સ્લિપ, ફોર્મ 16 જોઈશે. વેપારી વર્ગ તથા અન્ય લોકોએ 2 વર્ષનું રિટર્ન બતાવવું પડશે.
- ખેતી સાથે સંકળાયેલા લોકો જમીનના પુરાવાના આધારે લોન લઈ શકશે.

એસબીઆઈએ કેમ રજૂ કરી આ લોન

ગ્રાહકો ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પ્રત્યે આકર્ષાય તે માટે એસબીઆઈ ગ્રીન કાર લોન લઈને આવી છે. ઈલેક્ટ્રિક વાહનો પેટ્રોલ અને ડીઝલ વાહનોની તુલનામાં મોંઘા હોવાથી લોકો ખરીદતા અચકાય છે.

Car loan Information:

Calculate Car Loan EMI