Delhi Business News: હવે દિલ્હી સરકારી યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ખાસ સુવિધા મળશે. હવે અહીં ભણતા વિદ્યાર્થીઓને સીડ મની આપવામાં આવશે. જેના કારણે સ્ટાર્ટઅપને નવી તેજી મળવાની આશા છે. આવો જાણીએ શું છે દિલ્હી સરકારની આ ખાસ યોજના અને તેના હેઠળ કેવી રીતે કામ થશે.
દિલ્હીના મુખ્યપ્રધાન આતિશીએ આજે મુખ્યપ્રધાન બિઝનેસ બ્લાસ્ટર સીનિયર પ્રૉગ્રામનો પ્રારંભ કર્યો હતો. દિલ્હી સરકારની યૂનિવર્સિટીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈને 'એમ્પ્લૉયર' બનશે. વિદ્યાર્થીઓની ટીમો તેમના વ્યવસાયના વિચારો રજૂ કરશે અને આમાંથી 1,000 ટીમોને તેમનો વ્યવસાય શરૂ કરવા માટે સીડ મની પણ આપવામાં આવશે. આ પહેલ હેઠળ 1,000 માંથી 100 ટીમો પસંદ કરવામાં આવશે. જેઓ રોકાણકારો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. દરેક ટીમમાં ત્રણથી પાંચ વિદ્યાર્થીઓ હશે.
નોકરી મેળવવા પાછળ નથી ભાગતા બાળકો
વાસ્તવમાં, AAP આદમી પાર્ટીની સરકાર બિઝનેસ બ્લાસ્ટર સીનિયર પ્રોગ્રામ દ્વારા દેશમાં રોજગાર ક્રિએટર્સનું સર્જન કરી રહી છે. દિલ્હીના સીએમએ કહ્યું કે, બિઝનેસ બ્લાસ્ટરે અમારી સરકારી શાળાના વિદ્યાર્થીઓના મનમાંથી ડર દૂર કર્યો છે અને તેમને આત્મવિશ્વાસ આપ્યો છે. જેના કારણે આજે 11મા-12મા ધોરણના બાળકો નોકરી મેળવવાના સપના પાછળ દોડતા નથી પરંતુ તેમના તેજસ્વી સ્ટાર્ટઅપના આધારે લોકોને નોકરી આપી રહ્યા છે.
સીએમે કહી દીધી આ મોટી વાત
સીએમએ કહ્યું કે હવે આપણી યૂનિવર્સિટીઓ અને આઈટીઆઈમાં પણ આ જ વસ્તુ શરૂ થશે. જ્યાં વિદ્યાર્થીઓને તેમના બિઝનેસ આઈડિયા માટે 50 હજાર રૂપિયા સુધીની સીડ મની મળશે. મને ખાતરી છે કે આ યુવાનો આવનારા વર્ષોમાં તેમના તેજસ્વી સ્ટાર્ટ-અપ્સ દ્વારા લાખો લોકોને રોજગારી પૂરી પાડીને માત્ર બેરોજગારીની સમસ્યાને હલ કરશે નહીં. આ સાથે દેશની અર્થવ્યવસ્થાને આગળ લઈ જઈને આપણે ભારતને વિશ્વનો નંબર 1 દેશ બનાવીશું.
આ પણ વાંચો
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો