રેલવેએ એક નવી સ્કીમ લોંચ કરી છે. આ નવી સ્કીમ IRCTC હેઠળ લખનઉ-દિલ્હી રૂટ પર ચાલનાર તેજસ એક્સપ્રેસ (IRCTC Lucknow-Delhi Tejas Express Refund) માટે શરૂ કરવામાં આવી છે. જો આ ટ્રેન એક કલાકથી વધારે મોડી ચાલતી હશે તો રેલવે તેના માટે પેસેન્જર્સને રૂપિયા રિફંડ આપશે.

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, IRCTCના એક અધિકારીએ જણાવ્યું છે કે તેજસ એક્સપ્રેસમાં યાત્રીઓને આ પ્રીમિયમ સુવિદ્યા આપવામાં આવી રહી છે. ટ્રેન લેટ થવાની સ્થિતિમાં પેસેન્જર્સને પાર્શિયલ રિફંડ એટલે કે આંશિક રિફંડ આપવામાં આવશે. એટલે કે જો ટ્રેન 1 કલાકથી થોડી વધારે મોડી હોય તો યાત્રીઓને 100 રૂપિયા અને બે કલાકથી વધારે લેટ થશે તો 250 રૂપિયા રિફંડ આપવામાં આવશે.

રિફંડ ઈનેબલ કરવા માટે IRCTC e-Wallet અથવા તો આગામી ટ્રેન ટિકીટના બુકિંગ પર છૂટ આપવાનો ઓપ્શન પર કામ કરી રહ્યું છે. તેજસને ભારતની પહેલી પ્રાઈવેટ ટ્રેન કહેવામાં આવે છે કારણ કે તેના ઓપરેશન પુરી રીતે ઈન્ડિયન રેલવેની કેટરિંગ અને ટૂરિઝમ યૂનિટ IRCTC જોઈ રહ્યું છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો સરકાર ઈન્ડિયન રેલ્વે નેટવર્કમાં પ્રાઈવેટ ઓપરેટર્સનો મોકો આપી શકે છે.

લખનઉથી દિલ્હી જનાર તેજસ, જેનો ટ્રેન નંબર 82501 છે તે લખનઉ NE સ્ટેશનથી દરરોજ સવારે (મંગળવારે નહીં ચાલે) 6.10 વાગે નવી દિલ્હી માટે રવાના થશે. આ ટ્રેનનો દિલ્હી પહોંચવાનો સમય 12.25 PM છે. એજ દિવસે દિલ્હીથી 82502 નંબરની તેજસ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી બપોરે 3.35 વાગે રવાના થશે. જે રાત્રે 10.05 વાગે લખનઉ પહોંચશે.