Layoffs News: વૈશ્વિક મંદી વિશ્વના વિવિધ ક્ષેત્રોને અસર કરી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં દુનિયાભરની ઘણી મોટી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી છે. આમાં ટ્વિટર , માઇક્રોસોફ્ટ , મેટા, ગૂગલ વગેરે જેવી ઘણી કંપનીઓના નામ સામેલ છે. હવે ઓડિટ ફર્મ કંપની Deloitteનું નામ પણ છટણી કરનારી કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ, કંપનીએ તેના કુલ કર્મચારીઓના 1.5 ટકા કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. આવી સ્થિતિમાં કંપની કુલ 1,200 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે. આ તમામ છટણી અમેરિકામાં કરવામાં આવશે.


આ વિભાગોમાં કંપનીની છટણી કરવામાં આવશે


કંપની વિવિધ વિભાગોમાં છટણી કરવા જઈ રહી છે. આમાં નાણાકીય સલાહકાર વ્યવસાયમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે, જેઓ એક્વિઝિશન અને મર્જરને કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે. કંપનીએ યુએસમાં તમામ 1,200 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં ભારતમાં કામ કરતા લોકો પર તેની કોઈ અસર નહીં થાય.


Ernst and Young એ તાજેતરમા જ પોતાના 3000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો હતો. આ કંપનીના કુલ કર્મચારીઓના પાંચ ટકા છે. આ સિવાય ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. આ છટણી ફેસબુક ઉપરાંત વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામમાં પણ કરવામાં આવશે. અગાઉ, મનોરંજન ઉદ્યોગની દિગ્ગજ કંપની વોલ્ટ ડિઝનીએ પણ તેના કુલ વર્કફોર્સના 15 ટકા કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો હતો. આ છટણીથી કુલ 7,000 કર્મચારીઓને અસર થશે.


Aadhaar Card: ખાનગી સંસ્થાઓ પણ આ કામોમાં આધારનો ઉપયોગ કરી શકશે, નિયમોમાં થશે ફેરફાર


Aadhaar Authentication: કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ હવે સરકારી કચેરી સિવાય ખાનગી સંસ્થાઓ (Non-Government Organisation) દ્વારા ઓથેન્ટિકેશન માટે આધારનો ઉપયોગ કરવાના નિયમો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ મામલે 5 મે 2023 સુધી લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. હાલમાં આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ નિયમોમાં ફેરફાર બાદ ખાનગી સંસ્થાઓ પણ ઓથેન્ટિકેશન માટે આધારનો ઉપયોગ કરી શકશે.


સરકારનો હેતુ શું છે


આ નિર્ણય પાછળ કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય એ છે કે આનાથી લોકોનું જીવન સરળ બને અને દરેક વ્યક્તિ સુધી સેવાઓ સુલભ બને, જેના કારણે તેનું જીવન સારું બને. કેન્દ્ર સરકારે આ ડ્રાફ્ટ તમામ બિન-સરકારી સંસ્થાઓને મોકલ્યો છે જેઓ આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માંગે છે. આ અંગે તેમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે, જેને ફરીથી ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને મોકલવામાં આવશે.


તમે ક્યાં સુધી સલાહ આપી શકો છો