શહેર | પેટ્રોલ કિંમત | ડીઝલ કિંમત |
દિલ્હી | 79.92 | 80.02 |
મુંબઈ | 86.70 | 78.34 |
કોલકાતા | 81.61 | 75.18 |
ચેન્નઈ | 83.18 | 77.29 |
બેંગલુરુ | 82.52 | 76.09 |
લખનઉ | 80.59 | 72.04 |
પટના | 82.91 | 77.00 |
ચંદીગઢ | 76.92 | 71.52 |
ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝલની કિંમત 80 રૂપિયાને પાર, સતત 19માં દિવસે કિંમતમાં વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jun 2020 08:15 AM (IST)
એક દિવસ પહેલા ગઈ કાલે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝલની કિંમત પેટ્રોલની કિંમત કરતાં વધી ગઈ હતી.
NEXT
PREV
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કિંમતમાં દેશમાં સતત 19માં દિવસે વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમત 80 રૂપિયાને પાર કરી ગઈ છે. ભારતના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયુ છે જ્યારે ડીઝલ 80ને પાર પહોંચી ગયું છે. દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 14 પૈસાના વદારાની સાથે હવે નવી કિંમત 80.02 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે પેટ્રોલની કિંમતમાં પણ 16 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. આ 19 દિવસમાં પેટ્રોલ 8.66 રૂપિયા અને ડીઝલ 10.62 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે. ગુજરાતમાં આ વધારા ઉપરાંત પ્રતિ લિટર પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો વધારો થયો છે. સરકારે વેટમાં વધારો કરતા આ ગુજરાતની જનાત પર આ બોજો આવ્યો છે.
માત્ર દિલ્હીમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતાં વધારે
ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની કિંમતની વાત કરીએ તો આજે ગુજરાતના અમદાવાદ શહેરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 77.42 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 77.35 રૂપિયા થઈ છે. આમ જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ એકસમાન થઈ ગઈ છે.
એક દિવસ પહેલા ગઈ કાલે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝલની કિંમત પેટ્રોલની કિંમત કરતાં વધી ગઈ હતી. 24 જૂનના રોજ પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને દિલ્હીમાં તેની કિંમત 79.76 રૂીપિયા થઈ હતી. જોકે ડીઝલની કિેંતમાં વધારો કર્યા બાદ આજે નવો ભાવ 79.88 રૂપિયા પ્રતિ લિટર થયો હતો. આ ઈતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે પેટ્રોલની કિંમત ડીઝલની સામે ઓછી રહી છે.
જોકે આ સ્થિતિ માત્ર દિલ્હીમાં છે. દેશના અન્ય ભાગમાં હજુ પણ પેટ્રોલની સામે ડીઝલની કિંમત સસ્તી છે. દિલ્હીમાં કિંમત વધારે હોવાનું એક કારણ વેટ પણ છે. દિલ્હીમાં સરકારે લોકડાઉન દરમિયાન ડીઝલ પર વેટમાં વધારો કર્યો હતો.
જ્યારે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો રહેવા છતાં સતત 19માં દિવસે કિંમતમાં વધારો થતા કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પીએમ મોદીને પત્ર લખીને તેના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સરકાર પાસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં નિયંત્રણ લાવવાની અપીલ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -