મંગળવારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં લગભગ એક સપ્તાહના વિરામ બાદ 25 પૈસાનો વધારો થતાં ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. દિલ્હીમાં મંગળવારે ડીઝલના ભાવ વધીને પ્રતિ લીટર રૂપિયા 80.78 થયા હતા.
ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં સતત આઠમાં દિવસે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરિણામે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં પ્રતિ લીટર રૂપિયા 80.43 છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે 29મી જૂને સુધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મંગળવારે ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે તેમ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જણાવ્યું હતું.
સ્થાનિક વેચાણ વેરો અથવા વેટ જેવા સ્થાનિક કરોના કારણે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે. છેલ્લા એક મહિનામાં ડીઝલના ભાવમાં 23 વખત જ્યારે પેટ્રોલના ભાવમાં 21 વખત વધારો કરવામાં આવ્યો છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 7મી જૂને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી દૈનિક ફેરફાર શરૂ કરતાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 9.17 અને ડીઝલમાં રૂપિ.યા 11.39નો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મુંબઈમાં સૌથી વધુ છે.
મુંબઈમાં મંગળવારે પેટ્રોલનો ભાવ રૂપિયા 87.19 છે જેમાં 29મી જૂનથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 78.83થી વધીને રૂપિયા 79.05 થયો છે.
ડીઝલમાં કેટલા પૈસાનો વધારો કરાયો? જાણો નવો ભાવ શું છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2020 08:29 AM (IST)
મંગળવારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં લગભગ એક સપ્તાહના વિરામ બાદ 25 પૈસાનો વધારો થતાં ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. દિલ્હીમાં મંગળવારે ડીઝલના ભાવ વધીને પ્રતિ લીટર રૂપિયા 80.78 થયા
- - - - - - - - - Advertisement - - - - - - - - -