નવી દિલ્હીઃ આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની મર્યાદા સરકારે ફરી એક વખત વધારી છે. હવે તેને 31 માર્ચ, 2021 સુધી લિંક કરી શકાશે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, કોવિડ-19ના કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખી ડેડલાઇન વધારવામાં આવી છે. 31 માર્ચ, 2021 સુધી આધાર કાર્ડ-પાન કાર્ડ લિંક કરાવી શકાશે.


જો આધાર-પાન લિંક ન કરવામાં આવે તો પાન કાર્ડ રદ્દ પણ થઈ શકે છે. ઉપરાંત 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંકિંગની મર્યાદા 30 જૂન, 2020 નક્કી કરી હતી.

ભારત-ચીન તણાવઃ NSA અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી સાથે કરી વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

કોરોના વાયરસ 14 નહીં આટલા દિવસ સુધી શરીરમાં રહી શકે છે, સામે આવી ચોંકાવનારી માહિતી

સાઉથની આ હોટ એક્ટ્રેસે ધોની વિશે કરી શું કોમેન્ટ કે ધોનીના ચાહકો થઈ ગયા નારાજ ? જાણો વિગત