સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બિલનું લિસ્ટિંગ નિરાશાનજક રહ્યું છે. 26 માર્ચના રોજ આ શેર બીએસઈ પર 3.9 ટકાના ઘટાડા સાથે લિસ્ટ થયો. શુક્રવારે બજારમાં ચારેબાજુ મજબૂતી હોવા છતાં આ સ્ટોકમાં ઘટાડો આવ્યો અને ઇન્ટ્રા ડે કારોબારમાં તે 11 ટાક સુધી તૂટ્યો હતો. આ આઈપીઓઓનું સબ્સક્રિપ્શન પણ એટલું મજબૂત રહ્યું ન હતું. બેંકની એસેટ ક્વોલિટીને લઈને લોકોમાં આશંકા છે.
બેંકની એનપીએ વધવાની અસર
આ પહેલા કલ્યાણ જ્વેલર્સનું લિસ્ટિંગ સારું રહ્યું ન હતું. પેહલા જ દિવસે સ્ટોક 16 ટકા તૂટ્યો હતો. સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકનું 583 કરોડ રૂપિયાનો આઈપીઓ 2.37 ગણો સબ્સક્રાઈબ્સ થયો હતો. કોરોના કાળમાં બેંકની એનપીએ વધવાને કારણે આ આપીઓને સારો રિસ્પોન્સ મળ્યો ન હતો.
આઈપીઓ માત્ર 2.37 ગણો સબ્સક્રાઈબ થયો હતો
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકનો આઈપીઓના અંતિમ દિવસે એટલે કે શુકર્વારે 2.37 ગણો સબ્સક્રાઈબ થયો હતો. 583 કરોડના આ ઈશ્યૂ અંતર્ગત 3,20,66,482 કરોડો શેર માટે બિડ મળી જ્યારે 1,35,15,150 શેર ઓફર કરવામાં આવ્યા હતા. ક્યૂઆઈબીવાળો હિસ્સો 2.18 ગણઓ ભરાયો હતો. જ્યારે નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇનવેસ્ટર્સ માટે અનામત હિસ્સો 1.31 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 3.09 ગણો ભરાયો હતો.
આઈપીઓ લાવનાર ચોથી એનબીએફસી કંપની
19,093,070 ઇક્વિટી શેરવાળા આ આઈપીઓમાં 8,150,000 ઇક્વિટીનો ફ્રેશ ઈશ્યો હતો. તેમાં 10,943,070 ઈક્વિટી શેર ઓફર ફોર શેલ માટે હતા. મંગળવારે સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકે એન્કર ઇન્વેસ્ટરો મારફતે 170 કરોડ રૂપિયા મેળવ્યા હતા. સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક આઈપીઓ લાવનાર ચોથી એનબીએફસી કંપની છે. આ પહેલા એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક અને ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક આઈપીઓ લાવી ચૂક્યા છે. કંપનીના ઈશ્યૂને રિનિંગ લીડ મેનેજર એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યરિટીઝ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ છે.
ICICI, SBI અને કોટક મહિન્દ્રા 7% થી પણ ઓછા વ્યાજે આપી રહી છે લોન, જાણો શું છે ઓફર
PAN Card ને Aadhaar સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, આ રીતે ઘર બેઠે કરો લિંક