સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), કોટક મહિન્દ્રા (Kotak Mahindra) અને ICICI બેંકો હોન લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. તમે ઓછા વ્યાજ દર પર હોમ લોન લેવા માગો છો તો તમારે 31 માર્ચ 2021 સુધીમાં અરજી કરવાની રહેશે. આ સ્કીમ અંતર્ગત SBI અને ICICI બેંક 6.70 ટકા વ્યાજ પર લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા બેંક 6.65 ટકા વ્યાજ પર હોમ લોન આપી રહી છે.
કોટક મહિન્દ્રા બેંક 6.65% પર આપી રહી છે લોન
કોટક મહિન્દ્રા બેંકે પણ મર્યાદિત સમય માટે વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો ક્રોય છે જે 6.65 ટકા થઈ ગયો છે. બેંકની આ વિશેષ ઓફરનો લાભ 31 માર્ચ 2021 સુધી લઈ શકાશે. બેંક અનુસાર વ્યાજ દર ઉધાર લેનારના ક્રેડિટ સ્કોર અને લોન ટૂ વેલ્યૂ રેશિયોથી લિંક્ડ હશે. આ દર હોમ લોન અને બેલેન્સ ટ્રાન્સફર લોન્સ પર પણ લાગુ થશે. આ વ્યાજ દર તમામ રકમ પર લાગુ પડશે.
SBIએ પણ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
SBIએ પણ 1 માર્ચના રોજ વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. તેનાથી SBIની હોમ લોનના વ્યાજ દર 6.7 ટકા થયા હતા. બેંકે કહ્યું કે, આ લાભ માત્ર 31 માર્ચ, 2021 સુધી લાગુ રહેશે. એટલું જ નહીં SBIએ 31 માર્ચ સુધી 100 ટકા પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે. એટલે કે તમારે કુલ લોન પર અંદાજે 1 ટકા બચત થશે. સામાન્ય રીતે પ્રોસેસિંગ ફી 0.8થી 1 ટકાની વચ્ચે હોય છે. 20 લાખની લોન પર તમારે 18થી 20 હજાર રૂપિયા પ્રોસેસિંગ ફી આપવી પડતી હોય છે.
ICICI બેંક પણ 6.7 ટકા પર આપી રહી છે લોન
ICICI બેંક 6.7 ટકા વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે. બેંક અનુસાર આ દર ગ્રાહકોને 75 લાખ રૂપિયા સુધીની લોન માટે છે. તેનાથી વધારેની લોન માટે ગ્રાહકોએ 6.75 ટકા વ્યાજ ચૂકવવું પડશે. ICICI ઉપરાંત અન્ય બેંકના ગ્રાહક પણ હોન લોન માટે ડિજિટલ માધ્યમથી અરજી કરી શકે છે. તેના માટે બેંકની વેબસાઈટ અન મોબાઈલ બેન્કિંગ એપ iMobile Pay પર અરજી કરી શકાશે.
અન્ય બેંક કેટલા વ્યાજ દરે આપી રહી છે લોન
બેંક | વ્યાજ દર (%) |
HDFC બેંક | 6.70 |
સિટી બેંક | 6.75 |
યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા | 6.80 |
પંજાબન નેશનલ બેંક | 6.80 |
બેંક ઓફ બરોડા | 6.85 |
બેંક ઓફ ઇન્ડિયા | 6.85 |