Dhanteras 2024: ધનતેરસ પર સોનું ચાંદી અને ડાયમંડ ખરીદવાની પરંપરા રહી છે. લોકો તેને સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતીક માને છે. આના કારણે સોના અને ચાંદીના ભાવમાં આવેલા જબરદસ્ત વધારા છતાં તેની ખરીદી વધતી જ જઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ધનતેરસ પર સોના અને ચાંદીના રેટ નવા રેકોર્ડ બનાવવાના છે. દેશમાં ધનતેરસનો તહેવાર મંગળવાર, 29 ઓક્ટોબરે ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે દેશના લગભગ બધા મોટા જ્વેલર્સે એકથી વધીને એક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ બહાર પાડ્યા છે. આવો તેના વિશે તમને માહિતી આપીએ.
રિલાયન્સ જ્વેલ્સ (Reliance Jewels)
કંપનીએ ગોલ્ડ જ્વેલરીની મેકિંગ ચાર્જ પર 25 ટકા અને ડાયમંડની વેલ્યુ અને મેકિંગ ચાર્જ પર 30 ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે. આ ઓફર્સનો લાભ 11 નવેમ્બર સુધી કંપનીના 185 શહેરોમાં ફેલાયેલા સ્ટોર્સથી મેળવી શકાય છે.
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ (Malabar Gold & Diamonds)
કંપનીએ બધા ખરીદદારોને ગોલ્ડ કોઈન આપવાનો ઓફર બહાર પાડ્યો છે. આનો લાભ 3 નવેમ્બર સુધી લઈ શકાય છે. આ માટે તમારે ઓછામાં ઓછી 50 હજાર રૂપિયાની ખરીદી કરવી પડશે. કંપનીએ જૂના જ્વેલરી ખરીદવા માટે પણ ઓફર્સ બહાર પાડ્યા છે.
પીસી જ્વેલર્સ (PC Jeweller)
આ કંપની ડાયમંડ જ્વેલરી પર 45 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત ગોલ્ડ જ્વેલરી પર મેકિંગ ચાર્જ પર 20 ટકા અને સિલ્વર જ્વેલરી પર 50 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
જોયાલુક્કાસ (Joyalukkas)
કંપનીએ ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 18 ટકા અને ડાયમંડ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કસ્ટમર્સને 500, 1000 અને 5000 રૂપિયાનું વાઉચર પણ આપવામાં આવી રહ્યું છે.
તનિષ્ક (Tanishq)
કંપનીએ ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 20 ટકા અને ડાયમંડની વેલ્યુ પર 20 ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે. આ ઓફર્સ 3 નવેમ્બર સુધી કંપનીની વેબસાઈટ અને એપ પર પણ ચાલશે.
ઓનલાઈન ડીલ
એમેઝોને તાજેતરમાં ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડના ઘણા બ્રાન્ડ્સ તેના પ્લેટફોર્મ પર લોન્ચ કર્યા હતા. આ દિવાળીએ તમે ઓનલાઈન ખરીદી વિશે પણ વિચારી શકો છો.
આ પણ વાંચોઃ
સ્વિગીએ IPO માટે પ્રાઈસ બેન્ડ નક્કી કરી, 6-8 નવેમ્બરની વચ્ચે કરી શકાશે અરજી, જાણો કેટલો છે ભાવ