મુંબઈ: ભારતીય શેર બજારનો અંતિમ કારોબારી દિવસ શુક્રવાર હોય છે પરંતુ આ વખતે રવિવારે દિવાળી હોવાથી તે દિવસે રજા હોય છે. જોકે દિવાળીનું મૂહુર્ત કરવા માટે 1 કલાક માટે શેર માર્કે ખુલ્લુ રહેશે. તેવામાં સવાલ થાય છે કે, આખરે કેમ દિવાળીનો તહેવાર હોવા છતાં અને રવિવારના દિવસે શેરબજારમાં કારોબાર થશે.
વર્ષોથી ભારતનું સ્ટોક એક્સચેન્જ દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા નિભાવતું આવ્યું છે. હિન્દુ માન્યતાઓમાં મુહૂર્ત કોઈપણ કાર્ય કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ જ કારણ છે કે, દર વર્ષે દિવાળીના દિવસે એક કલાક માટે બજારમાં વિશેષ મુહૂર્ત કારોબાર થાય છે.
મુહૂર્ત કારોબારથી સમગ્ર વર્ષ માટે સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ બની રહે છે. આ વખતે દિવાળીના દિવસે સાંજે 6 વાગીને 15 મીનિટથી 7 વાગ્યાને 15 મીનિટ વચ્ચે વિશેષ મુહૂર્ત કારોબાર કરવામાં આવશે. તો આગામી દિવસ એટલે કે નવા વર્ષના દિવસે પણ 28 ઓક્ટોબરે શેર બજાર બંધ રહેશે. મતલબ કે, હવે શેરબજારમાં મંગળવારે જ ખુલશે.
આ વિશેષ મુહૂર્ત દરમિયાન તમે સામાન્ય કારોબારી દિવસોની જેમ જ શેર ખરીદી અને વેચી શકો છો પરંતુ આ ખાસ સમયે કોઈ નફાની ચિંતા કરતું નથી કે ન કોઈ પૈસા કાઢવાનો પ્રયાસ કરે છે. ફક્ત એક પરંપરા નિભાવવા માટે નાનું રોકાણ કરવામાં આવે છે. દિવાળીના ખાસ મુહૂર્ત પર ટ્રેડિંગની શરૂઆત કરીને રોકાણકાર નવા ફાયનાન્સિયલ યરના સારા રહેવાની કામના કરે છે.
દિવાળીના દિવસે રજા છતાં 1 કલાક માટે કેમ ખોલવામાં આવે છે શેર માર્કેટ? જાણો કારણ
abpasmita.in
Updated at:
26 Oct 2019 12:43 PM (IST)
મુહૂર્ત કારોબારથી સમગ્ર વર્ષ માટે સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ બની રહે છે. આ વખતે દિવાળીના દિવસે સાંજે 6 વાગીને 15 મીનિટથી 7 વાગ્યાને 15 મીનિટ વચ્ચે વિશેષ મુહૂર્ત કારોબાર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -