નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સ માટે સતત નવી ફીચર્સ લાવતી રહે છે. કંપની નવા નવા પ્રયોગ કરીને યૂઝર્સનો ચેટ એક્સપીરિયન્સ વધારે સારો બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. આજ કારણ છે કે વિશ્વભરમાં WhatsApp યૂઝર્સની સંખ્યા 150 કરોડને પાર પહોંચી ગઈ છે. હવે WhatsApp એક પછી એક નવી ફીચર્સ લાવી રહ્યું છે. તેમાંથી એક ફીચર યુવાઓમાં પોપ્યુલર સ્નેપચેટ એપથી પ્રેરિત હશે. આ ફીચનરું નામ Self-destructing messaging છે. ઉપરાંત ટૂંકમાં જ Self-destructing messagingમાં Dark Mode અને પહેલાથી વધારે Muted Status આવવા જઈ રહ્યું છે.


વોટ્સએપ ટૂંકમાં જ સ્નેપચેટની જેમ જ self-destructing મેસેજિંગનું ફીચર લાવવી જઈ રહી છે. આ હાલમાં જ આવેલ એન્ડ્રોીડ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. આ ફીચર દ્વારા તમારા દ્વારા મોકલવામાં આવેલ મેસેજ થોડી વારમાં આપોઆપ ગાયબ થઈ જશે. તે યૂઝરને 5 સેનક્ડ, 1 કલાક, 7 દિવસ અથવા 30 દિવસમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ આપશે. સિલેક્ટ કરવામાં આવેલ સેટિંગ અનુસાર મેસેજ ગાયબ થઈ જશે.

જો તમે કોઈનું સ્ટેટસ જોવા નથી માગતા તો વોટ્સએપ તમને કોઈપણ કોન્ટેનક્ટના સ્ટેટસને Mute કરવાની સુવિધા આપે છે. જોકે સ્ટેટસ ફીડમાં તે તમને સૌથી નીચેની બાજુ જોવા મળે છે. ટૂંકમાં જ વોટ્સએપ આ ફીચરને પહેલાથી વધારે સારું બનાવવા જઈ રહી છે.