નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીએ મોટા-મોટા બિઝનેસમેનોની  કમર તોડી નાખી છે. પરંતુ દેશની સૌથી અમીર 12 બિઝનેસમેનોમાંથી ફક્ત એક અમીર વ્યક્તિ એવા છે જેમની સંપત્તિ પર કોરોનાની અસર થઇ નથી. આ બિઝનેસમેનનું નામ છે રાધાકૃષ્ણ દમાણી. બ્લૂમબર્ગ બિલિનિયર ઇન્ડેક્સ જે 12 ભારતીય અમીરોની સંપત્તિને ટ્રેક કરે છે તેમાં દમાણી પણ એક છે.


દમાણી એવેન્યૂ સુપરમાર્ટ્સ લિમિટેડને કંન્ટ્રોલ કરે છે. એવેન્યૂમાંથી થનારી લગભગ તમામ કમાણી દમાણીની નેટવર્થ બરોબર હોય છે. આ વર્ષે કંપનીના શેરની કિંમતમાં લગભગ 18 ટકાનો વધારો થયો છે અને દમાણીની સંપત્તિ પાંચ ટકા વધીને 10.2 અબજ ડોલર થઇ ગઇ છે.

આખા દેશમાં લોકડાઉન દરમિયાન દમાણીની સંપત્તિ વધવાનો શ્રેય જમાખોરીને આપવામાં આવી શકે છે. કોરોનાએ આખી દુનિયાને ડરાવી દીધી છે અને દેશમાં લોકડાઉનના કારણે લાખો લોકો પોતાના ઘરમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓ સ્ટોર કરી રહ્યા છે. છેલ્લા દિવસોમાં ખૂબ સ્ટોકિંગ થયું જેનો ફાયદો દમાણીને થયો છે.

દમાણીનો મુંબઇમાં વન-રૂમ એપાર્ટમેન્ટમાં ઉછેર થયો છે. તેમની સંપત્તિ એવા સમયે વધી જ્યારે મુકેશ અંબાણી અને ઉદય કોટક જેવાની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે. મુકેશ અંબાણીની નેટવર્થ 32 ટકા ઘટી છે. કોસ્ટ સ્ટ્રક્ચર માટે જાણીની તેમની સુપરમાર્કેટ ચેનને 21 દિવસોના લોકડાઉનમાં લોકોની પેનિક બાયિંગનો ફાયદો થયો છે.