નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેન્ક SBIએ મંગળવારે તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેન્કે MCLR આધારિત વ્યાજ દરમાં 0.35 % ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ બેન્કે બચત ખાતા જમા પર પણ વ્યાજ 0.25 % ઘટાડીને 2.75 ટકા કર્યું છે. આ નવા દરો 10 અપ્રિલથી લાગુ કરવામાં આવશે.


બેન્કે એક નિવેદનમાં કહ્યું હતું કે, MCLRમાં ઘટાડા બાદ એક વર્ષના સમગાળાના ઋણ પર વ્યાજ દર 7.75 ટકાથી ઘટાડીને 7.40 ટકા વાર્ષિક થઈ ગયું છે. મોટેભાગે છૂટક લોન પર એક વર્ષના સમયગાળાના દેણા પર દરને આધાર માનવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેન્કે છેલ્લા દિવસોમાં રેપો રેટમાં ભારે ઘટાડો કર્યો હતો. જેના કારણે ઘણી સરકારી બેન્કોએ તેના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.

બેન્કે કહ્યું હતું કે, આમા 30 વર્ષની સમયસીમાવાળા હોમ લોનનો માસિક હપ્તો પ્રતિ લાખની લોન ઉપર 24 રુપિયા ઓછી થશે. તેની સાથે બેન્કે બચત ખાતાની જમા રકમ પર વ્યાજ દર 0.25 ટકા ઘટાડીને 2.75 ટકા કરવાની ઘોષણા કરી છે.

સોમવારે કેનેરા બેન્કે સિન્ડિકેટ બેન્ક માટે તમામ પ્રકારની સમયસીમાવાળી ફંડનો સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર ઘટાડવામાં આવી છે. નવા દરો મંગળવારથી લાગુ થશે. સિન્ડિકેટ બેન્કનું વિલિનિકરણ કેનેરા બેન્કમાં થયું છે. સાર્વજનિક ક્ષેત્રની બેન્કે એક વર્ષની સમયસીમાવાળી લોન પર 0.35 ટકા, 6 મહિનાની સમયસીમાવાળી લોન પર 0.30 ટકા, ત્રણ મહિનાની ,સમયસીમાવાળી લોન પર 0.2 ટકા અને એક મહિના તથા એક દિવસ માટે વ્યાજ દરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે.