કોરોનાકાળમાં ઇન્ટરનેટનો ઉપયોગમાં ઉછાળો આવ્યો છે. તેની સાથે જ ઓનલાઈન ફ્રોડના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. હેકર્સ યૂઝર્સને સૌથી વધારે શિકાર ગૂગલ પર બનાવે છે. ગૂગલ પર આપણે મોટેભાગે એવી જાણકારીઓ સર્ચ કરતા હીએ છીએ જે આપણા માટે નુકસાનકારક હોય છે. હેકર્સ આ સર્ચમાં મોકાની શોધમાં હોય છે અને જેવા જ તમે સર્ચ કરો છો તો તમે તેના ફ્રોડનો ભોગ બની જાવ છો. અમે તમને કેટલાક એવા સર્ચ વિશે જણાવી રહ્યા છીએ જે તમારે સર્ચ ન કરવું જોઈએ.


બેન્ક વેબસાઈટ


આજકાલ ઓનલાઈન બેંકિંગનો ટ્રેન્ડ છે અને આ માટે આપણે ગૂગલનો સહારો લઈએ છીએ. જો તમે ગૂગલ સર્ચ પર જાઓ છો અને બેંકની વેબસાઈટને શોધશો તો પછી કાળજી લો. આ કરવાનું તમારા માટે કોઈપણ ભયથી મુક્ત નથી. સાયબર ક્રિમિનલ બેંકની ડુપ્લિકેટ વેબસાઈટ બનાવે છે અને યુઆરએલની પણ બેંકની સત્તાવાર વેબસાઈટ જેવું જ રાખે છે. આ સ્થિતિમાં યુઝર્સ મૂંઝવણમાં આવે છે અને હેકર્સની જાળમાં ફસાઈ જાય છે અને તેમનું નુકસાન કરે છે. ઓનલાઈન બેંકિંગ સુવિધા મેળવવા માટે ફક્ત બેંકની વેબસાઈટનો URL લખો.


કસ્ટમર કેર નંબર


Google Search પર જઈને કોઈપણ કસ્ટમર કેર નંબર ક્યારેય શોધશો નહીં. ગૂગલ પર કોઈપણ કંપનીના કસ્ટમર કેર નંબર શોધવાથી બચવું જોઈએ. મોટાભાગના લોકો ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધે છે. સાયબર ગુનેગારો લોકોની આ ટેવનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. ખોટી કંપની બનાવીને ખોટા કસ્ટમર કેર નંબરનો ઉપયોગ કરીને તમારી વ્યક્તિગત માહિતી એકઠી કરે છે અને તમારા બેંક એકાઉન્ટ્સ વિશે માહિતી લઈ શકે છે.


Googleને ન માનો ડોક્ટર


કેટલાક લોકો તેમની માંદગી અને દવાઓની સારવાર માટે ગૂગલ પર સર્ચ કરે છે. તે જરૂરી નથી કે ગૂગલ પર બતાવવામાં આવેલી સારવાર અને દવાઓ તમારા માટે યોગ્ય જ હોય. ગૂગલ સર્ચમાં કોઈ પણ રોગની સારવાર અને દવાઓ માટે ક્યારેય સર્ચ કરશો નહીં. આમ કરવાથી, તમે ખોટી દવા વિશે માહિતી મેળવી શકો છો અને તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.


સરકારી વેબસાઈટ પરથી જ લો યોજનાઓની જાણકારી


કેન્દ્ર સરાકર ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તમામ યોજનાઓની જાણકારી ઇન્ટનેટ પર મૂકે છે. આ યોજનાઓની પોતાની વેબસાઈટ હોય છે, જ્યાંથી તમે એ યોજના સાથે જોડાયેલ તમામ જાણકારી મેળવી શકો છો. મોટેભાગે સાઈબર ક્રિમિનલ ફ્રોડ સરકારી વેબસાઈટ જેવી નકલી વેબસાઈટ બનાવે છે. તેનાથી પણ તમારે બચવાની જરૂરત છે.