PIB Fact Check: જો કોઈ તમારી પાસેથી બેંક નોટ સ્વીકારવાનો ઇનકાર એ વાતને લઈને કરી દે કે, તેના પર કંઈક લખેલું છે અને તે ગેરકાયદેસર છે, તો તે સંપૂર્ણપણે ખોટું છે. બેંક નોટ પર કંઈક લખેલું હોવાને કારણે તે અમાન્ય કે નકામી નથી બની જતી. તેના પર જો લખાણ હોય તો પણચે કાયદેસર ગણવામાં આવે છે અને વ્યવહારમાં રહે છે.
એક મેસેજનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો હતો
હકીકતમાં, તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નકલી દાવો સામે આવ્યો હતો, જેમાં એક મેસેજનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની નવી માર્ગદર્શિકા અનુસાર, નોટ પર કંઈપણ લખવાથી તે ગેરકાયદેસર બની જશે અને તે નોટ ચલણમાં રહેશે નહીં. વાયરલ મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમે તેને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેથી કરીને ભારતીય લોકો આ મુદ્દાનું મહત્વ સમજી શકે.
બેંક નોટો પર લખવાથી તે ગેરકાયદેસર નથી થતી
જો કે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ની ફેક્ટ ચેક વિંગ દ્વારા રવિવારે (8 જાન્યુઆરી, 2023)એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ મેસેજ માત્ર એક અફવા છે. તેમાં કરાયેલા દાવામાં કોઈ તથ્ય નથી. ફેક્ટ ચેકમાં કહેવામાં આવ્યું કે એવું નથી. બેંક નોટો પર લખવાથી તે ગેરકાયદેસર નથી થતી. જો કે, ક્લીન નોટ પોલિસીને ટાંકીને, એવી સલાહ આપવામાં આવે છે કે લોકોને ચલણી નોટો પર કંઈપણ ન લખવા વિનંતી કરવામાં આવે છે, કારણ કે આમ કરવાથી તેમનો દેખાવ બગડી જાય છે અને તેમની આવરદા ઘટી જાય છે.
ક્લીન નોટ પોલિસી શું કહે છે?
વાસ્તવમાં, આરબીઆઈ લાંબા સમયથી આ દિશામાં પ્રયાસ કરી રહી છે કે સામાન્ય લોકોને ટ્રાન્ઝેક્શનમાં સારી ગુણવત્તાવાળી બેંક નોટ મળે. આ ધ્યેય હાંસલ કરવા માટે, ક્લીન નોટ પોલિસી ભલામણ કરે છે કે લોકો કોઈ પણ સંજોગોમાં બેંક નોટને સ્ટેપલ(સ્ટેપરથી પીનન લગાવો) ન કરે. આ સાથે તેમના પર કંઈપણ ન લખવું જોઈએ, ન તો રબર સ્ટેમ્પ લગાવવું જોઈએ કે ન તો તેમના પર કોઈ નિશાન બનાવવું જોઈએ. આ ઉપરાંત, માળા, રમકડાં, પંડાલ અથવા પૂજા સ્થાનને સજાવવા માટે નોટનો ઉપયોગ કરવો જોઈએ નહીં.