વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર નિશાન સાધ્યુ છે. વ્યાપાર મામલામાં ટ્રમ્પે ભારતને દુનિયાનું મોટુ ટેરિફ કિંગ કહ્યુ છે. ટ્રમ્પે કહ્યું કે ભારત દુનિયામાં સૌથી વધુ ટેક્સ લગાવવા વાળો દેશ છે.


વૉશિંગટનમાં અમેરિકન રાષ્ટ્રપતિએ નેશનલ રિપબ્લિકન કોંગ્રેશનલ કમિટી એન્યૂઅલ સ્પ્રિંગ ડિનરમાં કહ્યું કે, ભારત હાર્લે-ડેવિડસન મોટરસાયકલ સહિતના અમેરિકન ઉત્પાદકો પર 100 ટકા ટેક્સ લગાવે છે, આ રીતેનો ટેક્સ લગાવવો બરાબર નથી. ટ્રમ્પે નિશાન સાધતા કહ્યં કે, ભારત ટેક્સનો બાદશાહ છે.



ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી કહ્યું કે, 'મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો. તે દુનિયાના સૌથી વધુ ટેક્સ લગાવવા વાળા દેશોમાંનો એક છે. તેઓ અમારા ઉપર 100 ટકા ટેક્સ લગાવે છે. જ્યારે તેઓ અમને મોટરસાયકલ મોકલે છે તો અમે કોઇ ટેક્સ નથી લગાવતા, પણ અમે તેમને હાર્લે-ડેવિડસન મોકલીએ છીએ ત્યારે 100 ટકા ટેક્સ લગાવે છે. આ યોગ્ય વાત નથી.'



નોંધનીય છે કે, અમેરિકાની વેપાર ખાદ્ય વધતી જઇ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર મોર્ચે સખ્તી બાદ પણ અમેરિકામાં વેપાર ખાદ્ય 10 વર્ષની ઉંચાઇએ પહોંચી ગઇ છે. આ 2018માં 12.5 ટકા વધીને 621 અબજ ડૉલર પર પહોંચી ગઇ છે.