નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસ Lockdownની કરેલી જાહેરાતનો આ પ્રથમ દિવસ છે. પીએમ મોદીએ મોટું પગલું લેતા સંપૂર્ણ દેશમાં લોકડાઉન કરી દીધું છે. પરંતુ કેટલીક આવશ્યક સેવાઓ જેમકે, દવાની દુકાન, કરિયાણાની દુકાન, દૂધની ડેરી, શાકભાજી સ્ટોરને ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો છે.

બિગ બજારે આ મુશ્કેલના સમયમાં ગ્રાહકોને જરૂરી સામાન માટે પરેશાની ન થાય તે માટે હોમ ડિલીવરી આપવાની જાહેરાત કરી છે. ગુજરા સહિત અનેક રાજ્યોમાં બિગ બજાર ડોરસ્ટેપ ડિલીવરી કરશે.

કેવી રીતે કરી શકાશે ઓર્ડર

બિગ બજારે આને લઈ ટ્વિટર પર અનેક રાજ્યોમાં ડોર સ્ટેપ ડિલીવરી સાથે સંકળાયેલા ફોન નંબર અને જગ્યાઓના નામ જાહેર કર્યા છે. જ્યાં ગ્રાહક ઓર્ડર કરીને ઘરે જ ગ્રોસરીનો સામાન મંગાવી શકે છે. આ માટે ગ્રાહક કોલ કે વોટ્સએપ પણ કરી શકે છે.

ગુજરાતના કયા શહેરોમાં મળશે સુવિધા

ગુજરાતમાં બિગ બજારે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, વાપી, વડોદરા, ગાંધીધામ માટે ડોરસ્ટેપ ડિલીવરી માટે નંબરો જાહેર કર્યા છે. બિગ બજારે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં તેમને હોમ ડિલીવરીની રિકવેસ્ટ મળી રહી છે પરંતુ મર્યાદીત ગતિવિધિના કારણે લોકોને ડિલીવરી કરવામાં વિલંબ થઈ શકે છે.

આ શહેરોમાં પણ મળશે ડોરસ્ટેપ ડિલીવરી

ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, પટના, રાંચી, ભુવનેશ્વર, ગુવાહાટીમાં પણ બિગબજાર ડોરસ્ટેપ ડિલીવરી કરશે.